શ્રીમતી બી.કે. મહેતા અઇટીસેન્ટરબીસીએકોલેજ,પાલનપુર દ્વારા શ્રી સુશીલ મેવાડાનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ Al પરવ્યાખ્યાન યોજાયું

2 માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રીમતી બી.કે. મહેતા અઇટીસેન્ટરબીસીએકોલેજ,પાલનપુર દ્વારા શ્રી સુશીલ મેવાડાનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (Al) પરવ્યાખ્યાન યોજાયું બીસીએ કોલેજ દ્વારા સેમેસ્ટર-૬ ના વિદ્યાર્થીઓ માટે ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) વિષય પર એક વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારના મુખ્ય વક્તા કોલેજના પ્રતિભાશાળીભૂતપૂર્વ વિદ્યાર્થી(૨૦૨૧ બેચ) શ્રી સુશીલમેવાડાહતા, જે હાલમાં સોફટવેર કંપની Inferenz, Ahmedabad માં મશીન લર્નિંગએન્જિનિયર તરીકે કાર્યરત છે.શ્રી સુશીલ મેવાડાએ AI ક્ષેત્રના તાજેતરના વિકાસ, તેની મહત્વતા અને વાસ્તવિક જીવનમાં તેની ઉપયોગિતા વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું. AI ની નવીનતમ ટેક્નોલોજી અને તેના વિવિધ કાર્યક્રમો વિશેની ચર્ચાએ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને જિજ્ઞાસા જગાવી. આજના યુગમાં Al અનેક ક્ષેત્રોમાં ક્રાંતિ લાવી રહ્યું છે, જે માનવ જીવનને વધુ કાર્યક્ષમ અને સુગમ બનાવી રહ્યું છે. તે આરોગ્ય, શિક્ષણ, ઉદ્યોગ અને દૈનિક જીવનમાં પ્રભાવશાળી સુધારાઓ લાવી રહ્યું છે. વિદ્યાર્થીઓએ સેમિનાર ખૂબ જ પ્રેરણાદાયક અને માહિતીસભર અનુભવ્યો. કોલેજના આચાર્યશ્રી ડો. નમ્રતા ગુપ્તા તથા ભુતપૂર્વ વિદ્યાર્થી કો-ઓર્ડીનેટર શ્રી પરવીન અમી અને અન્ય સ્ટાફ મિત્રોએ શ્રીસુશીલમેવાડાની કઠોર મહેનત અને તેમની ઉર્જાસભર રજૂઆત માટે પ્રશંસા વ્યક્ત કરી હતી. આવા પ્રેરણાદાયક સેમિનાર ભવિષ્યમાં પણ આયોજન કરવા માટેબીસીએકોલેજપ્રતિબદ્ધ છે.



