BANASKANTHAKANKREJ

શ્રી ઉત્તર ગુજરાત ગુર્જર પ્રજાપતિ સમાજ (બારપરગણા) ગોળ સુરત દ્વારા ૧૪ મો ઈનામ વિતરણ તથા સ્નેહમિલન અંતર્ગત મિટિંગ યોજાઈ..

સુરતની પાવન ધરા ઉપર વર્ષો પહેલા ઉત્તર ગુજરાત ગુર્જર પ્રજાપતિ સમાજ બારપરગણાના ભાઈઓએ ધંધાર્થે વસવાટ કર્યો હતો

શ્રી ઉત્તર ગુજરાત ગુર્જર પ્રજાપતિ સમાજ (બારપરગણા) ગોળ સુરત દ્વારા ૧૪ મો ઈનામ વિતરણ તથા સ્નેહમિલન અંતર્ગત મિટિંગ યોજાઈ..

સુરતની પાવન ધરા ઉપર વર્ષો પહેલા ઉત્તર ગુજરાત ગુર્જર પ્રજાપતિ સમાજ બારપરગણાના ભાઈઓએ ધંધાર્થે વસવાટ કર્યો હતો.ધંધાની સાથે સાથે બાળકો ના ઘડતરની ચિંતા કરી પ્રજાપતિ સમાજના ભાઈઓ સાથે મળી શ્રી ઉત્તર ગુજરાત ગુર્જર પ્રજાપતિ બારપરગણા સમાજ મંડળની રચના કરી અનેક સેવાકીય કાર્યોની શરૂઆત કરી. મંડળની રચના કરી બાળકોને તથા પ્રજાપતિ સમાજને એક સમિયાણાં નીચે દરવર્ષે એકત્રિત કરી ઈનામ વિતરણ તથા સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવા લાગ્યા આજે ૧૪ માં ઈનામ વિતરણ તથા સ્નેહમિલન સમારોહ અંતર્ગત તા. ૧૩/૧૦/૨૦૨૪ ને રવિવારના રોજ પ્રમુખ પ્રજાપતિ ભીમજીભાઈ ગગાભાઈ ના અધ્યક્ષ સ્થાને જનરલ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. અનેક ચર્ચા-વિચારણાઓ કરવામાં આવતા ૧૪ મો ઈનામ વિતરણ કાર્યક્રમ આગામી તા. ૨૯/૧૨/૨૦૨૪ ને રવિવારના રોજ યોજવાનું નક્કી થતા સભામંડપ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો.૧૪ ઈનામ વિતરણના મુખ્ય ભોજન દાતા પ્રજાપતિ મનસુખભાઈ ગાંડાભાઈ સરવાલવાળા તરફ થી જાહેર થતા દાતાઓ તરફથી ૫,૩૨, ૦૦૦/- રૂપિયાનું માતબર ફાળાની પણ જાહેરાત કરવામાં આવેલ. ઉપપ્રમુખ પ્રજાપતિ મનસુખભાઈ ધનાભાઈ (કોલીવાડા),માજી પ્રમુખ પ્રજાપતિ લીલાભાઈ ધુડાભાઈ (ભૂતિયાવાસણા),મંત્રી પ્રજાપતિ દિનેશભાઈ જગમાલભાઈ (એકલવા) સહીત જ્ઞાતિબંધુઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.બપોરે ભોજન પ્રસાદ લઈ સૌ છુટા પડ્યા હતા.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. ૯૯૭૯૫૨૧૫૩૦

 

Back to top button
error: Content is protected !!