સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ પાલનપુરનાં સ્કેટિંગ ખેલાડીઓએ રચ્યો નવો યુ.એન. વર્લ્ડ રેકોર્ડ
10 ઓકટોબર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુરના પ્રતિષ્ઠિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ એ પોતાના સુવર્ણ જયંતિ વર્ષ દરમ્યાન એક અવિસ્મરણીય સિદ્ધિ હાંસલ કરી છે. સંસ્થાની સંલગ્ન સ્વસ્તિક સ્પોર્ટ્સ અકેડમી, પાલનપુરના હુનરબાજ સ્કેટિંગ ખેલાડીએ યુ.એન. બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી, સમગ્ર બનાસકાંઠા સહિત ગુજરાતનું નામ રોશન કર્યું છે.
આ ગૌરવપૂર્ણ સિદ્ધિ રેહાંશ જગદીશભાઈ ચંદ્રમણીયાએ પોતાની અનન્ય પ્રતિભા અને અવિરત મહેનતથી મેળવી છે. ભારતના 22 થી વધુ શહેરોમાં યોજાયેલી આ વિશાળ સ્કેટિંગ સ્પર્ધામાં કુલ 572 ખેલાડીઓએ ભાગ લીધો હતો. 79 મિનિટની અવિરત, નોન-સ્ટોપ સ્કેટિંગ દ્વારા નવી સિદ્ધિ રચી — અને આ અનોખા કાર્યને યુ.એન. બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું.
આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ શ્રી રમેશભાઈ પટેલે ખેલાડીઓને તેમજ સ્પોર્ટસ ટીચર છાયાબેન પ્રજાપતિ, શાળાના આચાર્ય રવિન્દ્રભાઈ પટેલ, મહેશભાઈ પટેલ અને ઉપાચાર્ય રંજનબેન પટેલને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.