શ્રી નાની મહુડી પ્રાથમિક શાળાના શિક્ષક જાની ધીરેનકુમાર જયેન્દ્ર કુમારને પ્રકૃતિ મિત્ર એવોર્ડ એનાયત કરાયો.

અંબાજી ખાતે દાંતીવાડા તાલુકાની શ્રી નાની મહુડી પ્રાથમિક શાળાના શિક્ષક જાની ધીરેનકુમાર જયેન્દ્ર કુમારને પ્રકૃતિ મિત્ર એવોર્ડ એનાયત કરાયો.
તારીખ 9 /9/ 2024 ના રોજ ગાયત્રી તીર્થ અંબાજી ખાતે શ્રી કિશનચંદ ટેક ચંદ પરિવાર ખેડબ્રહ્મા પ્રેરિત તથા રિહેન એચ મહેતા વિદ્યાલય માંકડી આયોજિત પ્રકૃતિ વંદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રકૃતિ પ્રત્યે વિશિષ્ટ કામગીરી કરનાર 50 જેટલા પ્રકૃતિ પ્રેમીઓને પ્રકૃતિ મિત્ર એવોર્ડ આપી સન્માન કરાયું હતું જેમાં માણસાના વતની અને દાંતીવાડા તાલુકાની શ્રી નાની મહુડી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ધીરેનકુમાર જયેન્દ્રકુમાર જાની જેઓ કુદરતી ખાતરના ઉપયોગ તથા સાથે સાથે વૃક્ષારોપણ જેવા કાર્યક્રમ કરી પર્યાવરણ સંરક્ષણ જેવી ઉત્તમ કામગીરી કરી લોકોને પ્રેરણા પૂરી પાડી હતી તે બદલ પ્રકૃતિ મિત્ર ગુજરાત ગ્રુપ વતી ધીરેનકુમાર જે જાની ને પ્રકૃતિ મિત્ર એવોર્ડ એનાયત કરી સન્માનવામાં આવ્યા હતા. આ સાથે શ્રી કિશનચંદ પરિવાર ખેડબ્રહ્મા તથા રિહેન એચ મહેતા વિદ્યાલય માંકડી નો સ્ટાફ તથા પ્રકૃતિ પ્રેમીઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.




