BANASKANTHAPALANPUR
શ્રી સંસ્કાર ભારતીશ્રી ગૃપ વિદ્યામંદિર મોતેસરી માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો

28 જૂન વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
શ્રી સંસ્કાર ભારતી ગૃપ વિદ્યામંદિર મોતેસરીમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો જેમાં ધોરણ 9 અને 11 ના 96 વિદ્યાર્થીઓને કીટ આપી પ્રવેશ કરાવવામાં આવ્યો અને વૃક્ષા રોપણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન યુ.જી.વી.સી.એલ.ના અધિક્ષક ઈજનેર શ્રી જી.જે.ધનુલા સાહેબ ઉપસ્થિત રહ્યા તે ઉપરાંત એમપી.ઝાલા સાહેબ નાયબ ઈજનેર યુ.જી.વી.સી.એલ. હિંમતનગર સાથે જ સરપંચશ્રી અલ્પેશભાઈ પટેલ કેળવણી મંડળના પ્રમુખશ્રી ધર્મેન્દ્રભાઈ પટેલ ,ઉપ પ્રમુખશ્રી ઝવેરભાઈ પટેલ કેળવણી મંડળના સભ્યશ્રી વિઠ્ઠલભાઈ, લક્ષ્મણભાઈ ગૃહપતિ સંજયભાઈ હાજર રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમમાં શાળાના સમગ્ર સ્ટાફે ખૂબ જ ઉમદા કાર્ય કરતાં પ્રમુખશ્રી એ અને મહેમાનોએ કામને બિરદાવ્યું હતું




