BANASKANTHATHARAD
સ્વામી વિવેકાનંદની પુણ્યતિથિએ પુષ્પાંજલિ તેમજ ફ્રૂટ વિતરણ
વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ
યુવાનોના આદર્શ એવા સ્વામી વિવેકાનંદની પુણ્યતિથિ નિમિત્તે ચાલુ વરસાદે ગૌરવ પથ પર પૂર્ણ કદની પ્રતિમાને પુષ્પાંજલિ કરવામાં આવી હતી ત્યારબાદ સરકારી હોસ્પિટલ થરાદ ખાતે દાખલ દર્દીઓ તેમજ આઉટડોર પેશન્ટને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું ,તેમજ સેવા_વસ્તીમાં જઈને પણ ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું, આ નિમિત્તે ભારત વિકાસ પરિષદના પ્રમુખશ્રી ડો હિતેન્દ્રભાઈ શ્રીમાળી , મંત્રી શ્રી માયારામ ભાઈ જોશી મહિલા સયોજિકા નિરાલીબેન સોની, માર્કેટ યાર્ડ ચેરમેન તેમજ મેમ્બર શ્રી શૈલેષભાઈ પટેલ હાજર રહ્યાં હતા, રેફરલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ માથુર સાહેબ પણ જોડાયા હતા,ફ્રુટ વિતરણના લાભાર્થી શ્રીમતી રેખાબેન હસમુખભાઈ સોની (આદિત્ય જ્વેલર્સ) હતા ,પ્રમુખ ડો હિતેન્દ્ર ભાઈ એ દાતાશ્રી અને કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.