BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુર નજીક મડાણા (ડાંગીયા) એસઆરપી કેમ્પ ખાતે સોની સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

7 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

ફાઇનલ મેચમાં ગોવિંદા ઇલેવન 54 રને વિજેતા બની
પાલનપુર નજીક એસઆરપી કેમ્પ ખાતે સોની સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજરોજ ફાઇનલ મેચ યોજાઇ હતી.શ્રી ધાન્યધાર ગઢવાડા વિસા શ્રીમાળી સોની સમાજ યુથ ક્લબ આયોજિત બે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું ,જેમાં આજરોજ સેમિફાઇનલ મેચ બાદ ગોવિંદા ઇલેવન અને ખુશી ઇલેવન વચ્ચે ફાઇનલ મેચ યોજાઈ હતી. જેમાં ગોવિંદા ઇલેવન એ ટોસ જીતી બેટિંગ લીધી હતી,જેમાં તેમની ટીમે 12 ઓવરમાં 151 રન કર્યા હતા. જ્યારે બીજા દાવમાં ખુશી ઇલેવન ટીમે 12 ઓવરમાં 97 રન કરતા ગોવિંદા ઇલેવન ટીમ 54 રને વિજેતા બની હતી. આ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન યુથ ક્લબના પ્રમુખ સ્નેહલભાઈ સોની, મંત્રી દિલીપભાઈ સોની, ક્રિકેટ ટુર્નામેન્ટના કન્વીનર પાર્થ એ સોની, અલ્પેશભાઈ સોની,ઓમ સોની, દિવ્ય સોની,રાધે સોની, નિરવભાઈ સોની, દુર્ગેશભાઈ સોની,અશ્વિનભાઈ સોની સહિત યુથ ક્લબના હોદ્દેદારો દ્વારા કરવામાં આવ્યું હતું અને ટુર્નામેન્ટને સફળ બનાવી હતી. ક્રિકેટ ટુર્નામેન્ટના પ્રથમ દિવસે એસઆરપી ગ્રુપના ડીવાયએસપી આર એલ ડાખરા, ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે બીજા દિવસે ફાઇનલ મેચમાં સોની સમાજના પ્રમુખ ભરતભાઈ સોની, મંત્રી ગીરીશભાઈ સોની, ઉપપ્રમુખ વિનોદભાઈ સોની,રમેશભાઈ સોની, સહમંત્રી મુકેશભાઈ સોની,પ્રફુલભાઈ સોની,કમલેશભાઈ સોની સહિત સમાજના હોદ્દેદારો તેમજ સમાજના ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!