ઇનરવ્હીલ ક્લબ પાલનપુર સીટી દ્વારા ઠાકોર દાસ ખત્રી. પિન્કીબેન પરીખ સેવાભાવીઓનું સન્માન

29 જૂન જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
ઇનરવ્હીલ ક્લબ પાલનપુર સીટી – ઇન્ટરનેશનલ સેમિનારી
પાલનપુરની હોટલ લાજવંતીમાં યોજાયેલ ઇનરવ્હીલ ક્લબ પાલનપુર સીટીના ઇન્ટરનેશનલ સેમિનાર માં જીવદયા ફાઉન્ડેશનના ઠાકોરદાસ ખત્રી અને પિન્કીબેન પરીખનું ટ્રોફી આપીને ભવ્ય સન્માન કરવામાં આવ્યું. વિનાબેન મેથ્યુશ – પ્રમુખ, ઇનરવ્હીલ ક્લબ પાલનપુર સીટી વર્ષા શાહ ઇનરવ્હીલ ક્લબ ડિસ્ટ્રિક્ટ ચેરમેન 305 નીલુ શાહના હસ્તે ટ્રોફી આપી સન્માન કરી અભિનંદન પાઠવવામાં આવ્યા જીવ દયા ફાઉન્ડેશન દ્વારા
ઠાકોરદાસ ખત્રી અને પિન્કીબેન 365 દિવસ સેવા માં સહિયોગ કરવામાં આવતી સેવાઓ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીના કુંડા વિતરણ, ચકલી ઘર, ગૌમાતા માટે પાણીની ટાંકીઓનું વિતરણ. ઘાયલ પક્ષી-પ્રાણીઓની સારવાર કરીને અસંખ્ય જીવ બચાવ્યા જરૂરિયાતમંદ માનવજાત માટે ખડેપગે સેવા. માનસિક દિવ્યાંગ લોકોને સ્નાન, નવા કપડા, નાસ્તો, ચપ્પલની વ્યવસ્થા
પાલનપુરની અલગ-અલગ શાળાઓમાં બાળકોને બૂટ-ચપ્પલ, ભોજન-નાસ્તો વિતરણ.પોતાનો સ્વાર્થ છોડી સતત, નિરંતર સેવા કાર્ય કરતા ઠાકોરદાસ ખત્રી અને પિન્કીબેન પરીખને નીલુ શાહ ૨૦૨૫ ઇનરવહીલ ક્લબ પાલનપુર સીટી ના પ્રમુખ દ્વારા બિરદાવવામાં આવ્યા.





