ઠાકોર સમાજનું ગૌરવ: મોટપના ડૉ.બળવંતસિંહ સી.ઠાકોર એ Ph.Dની પદવી પ્રાપ્ત કરી
ઠાકોર સમાજનું ગૌરવ: મોટપના ડૉ.બળવંતસિંહ સી.ઠાકોર એ Ph.Dની પદવી પ્રાપ્ત કરી
મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના મોટપ ગામના વતની બળવંતસિંહ ચંદુજી ઠાકોર એ Ph.Dની પદવી પ્રાપ્ત કરીને ગૌરવ વધાર્યુ છે. શ્રી ડૉ. બાબુભાઇ એમ.દેસાઈ(પી.કે.કોટાવાલા આર્ટસ કોલેજ, પાટણ)ના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા ગુજરાતી વિષયમાં ‘દિનકર જોષીની પસંદગીની નવલકથાઓમાં સમાજદર્શન:એક અભ્યાસ’મહાશોધનિબંધને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા માન્ય રાખીને Ph.Dની પદવી એનાયત કરવામાં આવી હતી. બળવંતસિંહનો અભ્યાસ B.A,M.A મહેસાણા નાગલપુર કોલેજમાં, B.ed એમ કે.કોલેજ ઓફ એજ્યુકેશન પાટણમાં, એમ.ફીલનો અભ્યાસ યુનિવર્સિટી પાટણ અને હવે બળવંતસિંહ ઠાકોર એ ph.d ની પદવી પણ પ્રાપ્ત કરીને સમાજ અને પરિવારનું ગૌરવ વધાર્યું છે. તેઓએ જી.વી.વાઘેલા આર્ટસ, કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ, વખા(દિયોદર)માં ગુજરાતી વિષયમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે તેમજ 2023થી 2025 સુધી કોલેજમાં આચાર્યશ્રીની સેવાઓ આપેલી છે. આ ઉપરાંત બળવંતસિંહ એ 2018/2019માં મોડેલ સ્કૂલ દિયોદરમાં 11/12માં પ્રવાસી શિક્ષક તરીકે સેવાઓ આપેલી છે.હાલ તેઓ આ નવા સત્રથી શ્રીમતી એસ.કે.પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, કલ્યાણા તા-સિધ્ધપુર, જિ-પાટણમાં ગુજરાતીના અધ્યાપક તરીકે નિમણુંક મેળવી છે.પીએચડીની પદવી પ્રાપ્ત થતાં બળવંતસિંહ એ તેમના માર્ગદર્શકશ્રી ડૉ. બાબુભાઇ એમ. દેસાઈ ,બાહ્ય પરીક્ષક ડૉ.ભરતભાઈ ઠાકોર સાહેબ(વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.સુરત)અને અન્ય ગુરુજનો અને માતા કુંવરબેન પિતા ચંદુજી તખાજી ઠાકોર, જીવનસાથી, ભાઈઓ, બહેનો, ભાણીયા તેમજ પરિવારજનો,મિત્રો,મોટપ ગામના તમામ સમાજના સ્નેહીજનોનો અને જી.વી.વાઘેલા કોલેજ સ્ટાફ પરિવારનો તેમજ એસ. કે.પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કલ્યાણા પરિવારનો ઉપરાંત મહાશોધ નિબંધમાં પ્રત્યક્ષ કે પરોક્ષરીતે મદદરૂપ બનનાર તમામનો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો.
અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર