BANASKANTHAGUJARATKANKREJ

થરા બસ સ્ટેશન ખાતે દિવ્ય ભક્તિમય સુંદરકાંડ પાઠ યોજાયો.

શૈલેષભાઈ બારોટ-રૂની એવમ ભારતીય મજદૂર સંઘ દિયોદર દ્વારા ૨જી જૂન ૨૦૨૬

થરા બસ સ્ટેશન ખાતે દિવ્ય ભક્તિમય સુંદરકાંડ પાઠ યોજાયો.

ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે બસ સ્ટેશનમા બિરાજમાન શ્રી પીપળીયા હનુમાનજી મંદિરે શૈલેષભાઈ બારોટ-રૂની એવમ ભારતીય મજદૂર સંઘ દિયોદર દ્વારા ૨જી જૂન ૨૦૨૬ ને મંગળવાર ના રોજ અરવિંદભાઈ ઠક્કર, પ્રવીણભાઈ ઠક્કર ના મુખારવિંદે તબલા વાદક મહેશભાઈ જોષી ના તબલાના તાલે દિવ્ય ભક્તિમય સુંદરકાંડના પાઠનું પઠન કરવામા આવેલ.થરા સ્ટેટ માજી રાજવી દિગ્વિજયસિંહ વાઘેલા,આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રિ.ડો. દિનેશભાઈ ચારણ,ડો.રાજેશ કે.બ્રહ્મભટ્ટ, પ્રેસ રિપોર્ટર અમરત ઠાકોર, કનુભાઈ પ્રજાપતિ બનાસ, અશોકભાઈ પઢીયાર, જે.વી. માસ્ટર,એમ.એમ.વાઘેલા TC, કંડક્ટર ગમનભાઈ દેસાઈ,રશ્મિ પંચોલી,બી.ડી.ગોહિલ,રાજુ પ્રજાપતિ, સુખદેવભાઈ સુથાર, પંકજભાઈ ઠાકોર,રમેશભાઈ પ્રજાપતિ રાજપુર સહીત બસ કર્મચારીઓ અને તાણા-થરા નગર જનો સહીત વિશાળ સંખ્યામા ભાવિક ભક્તો ઉપસ્થિત રહી આરતી ઉતારી પ્રસાદ લઈ સૌ છુટા પાડ્યા હતા.
નટવર.કે.પ્રજાપતિ,થરા
મો.૯૯૭૯૫ ૨૧૫૩૦

Back to top button
error: Content is protected !!