ARAVALLIGUJARATMODASA

શામળાજી તાલુકાની ખેરાડી હાઈસ્કૂલમાં ૮૦ મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

શામળાજી તાલુકાની ખેરાડી હાઈસ્કૂલમાં ૮૦ મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી

૧૫ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ શામળાજી તાલુકાના ખેરાડી ગામમાં ખેરાડી પ્રાથમિક શાળા અને શ્રી એસ. વી. દેસાઈ વિદ્યામંદિર (ખેરાડી હાઇસ્કૂલ) ના સંયુક્ત ઉપક્રમે હાઇસ્કૂલના પ્રાંગણમાં ભારતનો ૮૦મો સ્વાતંત્ર્ય દિવસ ખૂબ જ ઉત્સાહ અને દેશભક્તિના માહોલમાં ઉજવવામાં આવ્યો.

આ પ્રસંગે ખેરાડી તાલુકા પંચાયત સીટના સદસ્ય અરવિંદાબેન પટેલ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદનની વિધિ સંપન્ન કરવામાં આવી.ત્યારબાદ અરવિંદાબેનના અધ્યક્ષસ્થાને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખેરાડી ગ્રામ પંચાયતના સરપંચ, વિવેકાનંદ કેળવણી મંડળના હોદ્દેદારઓ, ગામના અગ્રણીઓ, વાલીઓ, યુવાનો અને વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી.

કાર્યક્રમની શરૂઆતમાં શાળાના આચાર્ય મેહુલભાઈ પટેલ દ્વારા પધારેલ તમામ અતિથિ વિશેષો અને ગ્રામજનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ દેશભક્તિ અને ભારતીય સંસ્કૃતિની ઝલક રજૂ કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ધોરણ ૧ થી ૮ અને ધોરણ ૯ થી ૧૨માં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આમ ગામના અગ્રણીઓ તથા

સમારંભના અધ્યક્ષ અને તાલુકા પંચાયત સદસ્ય  અરવિંદાબેન પટેલે પ્રાસંગિક ઉદ્બોધન આપી સૌમાં દેશભક્તિનો સંચાર કર્યો હતો. કાર્યક્રમના અંતે આભારવિધિ પ્રાથમિક શાળાના શિક્ષક જીતુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી અને કાર્યક્રમના અંતે શાળાના બાળકોને ગામના અગ્રણી દાતાઓ દ્વારા પાર્લે જી બિસ્કીટનો અલ્પાહાર આપવામાં આવ્યો.આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષક કે. ડી. સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું અને શાળાના તમામ શિક્ષક-શિક્ષિકાઓના સહયોગથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

Back to top button
error: Content is protected !!