થરાદ-ધાનેરા હાઇવે પર વૃક્ષ વાવેતર લઈને વિવાદ વકર્યો
વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ
થરાદ-ધાનેરા હાઇવે પર તાજેતરમાં રોડની બંને બાજુ સરકાર દ્વારા હરિયાળી અભિયાન અંતર્ગત વૃક્ષ વાવેતર કરવામાં આવ્યું છે. પરંતુ આ વાવેતર અંગે સ્થાનિક ખેડૂતો અને જાગૃત નાગરિકોએ ગંભીર આક્ષેપો કર્યા છે.
મળતી માહિતી મુજબ, કોન્ટ્રાક્ટ દ્વારા માત્ર કામગીરી દર્શાવવા માટે વૃક્ષો વાવવામાં આવ્યા હોવાનું કહેવાય છે. પરિણામે, આશરે પચાસ ટકા વૃક્ષો સુકાઈ જવાની સ્થિતિમાં આવી ગયા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, યોગ્ય સંભાળ તથા પાણી ન મળતા આ પરિસ્થિતિ ઊભી થઈ છે.
જાગૃત નાગરિકો અને ગ્રામજનોની માંગ છે કે તંત્ર દ્વારા આ બાબતમાં તાત્કાલિક તપાસ કરવામાં આવે તથા સૂકા છોડના સ્થાને લીલાછમ વૃક્ષોનું વાવેતર થાય. તેઓએ વાવેતર માત્ર “કાગળ ઉપર” ન રહીને હકીકતમાં હરિયાળી લાવે તેવી કડક કામગીરીની માંગ કરી છે.
ખેડૂતોનો આક્ષેપ :કોન્ટ્રાક્ટરના બેદરકારીથી પચાસ ટકા વૃક્ષો સુકાયા.
માત્ર દેખાવ પૂરતું વાવેતર કરવામાં આવ્યું.નાગરિકોની માંગ :લીલાછમ વૃક્ષો વાવવાનો આગ્રહ.તંત્ર તાત્કાલિક તપાસ કરી કડક કાર્યવાહી