થરાદ પોલીસ સ્ટેશનનું વાર્ષિક નિરીક્ષણ કર્યું તેમજ લોક સંવાદ કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ થરાદ
બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ આજે થરાદ પોલીસ સ્ટેશનની વાર્ષિક નિરીક્ષણ માટે મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, તેમણે સ્થાનિક આગેવાનો, મીડિયાકર્મીઓ અને નાગરિકો સાથે લોકસંવાદ કાર્યક્રમ યોજ્યો હતો. લોકસંવાદમાં પોલીસની કામગીરી અંગેના પ્રતિભાવો, વિવિધ સૂચનો અને પ્રશ્નો રજૂ થયા હતા. એસપી સુંબેએ ખાતરી આપી હતી કે રજૂ થયેલા તમામ પ્રશ્નો અને સૂચનો પર આગામી સમયમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. તેમણે થરાદ પોલીસ સ્ટેશનની કામગીરીને સંતોષકારક ગણાવી હતી. નિરીશ્વાગ પક્રિયા દરમિયાન પોલીસ સ્ટેશનના તમામ ક્રાઇમ રેકોર્ડ્સ અને અન્ય વહીવટી બાબતોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત, સ્થાનિક આગેવાનો અને સંસ્થાઓ દ્વારા એસપી સુંબેનું સન્માન કરવામાં આવ્યું હતું. એસપી સુંબેએ આવનારા સમયમાં વાવ-થરાદને નવો જિલ્લો બનાવવાની પ્રક્રિયા અંગે પોલીસ સ્ટાફને જરૂરી સૂચનાઓ આપી હતી. તેમણે નવા જિલ્લાના તમામ પ્રજાજનોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ખાતરી આપી હતી કે આગામી સમયમાં પણ પોલીસ દ્વારા ઉત્તમ કામગીરી ચાલુ રહેશે. એસપી સુંબેએ હાલમાં ચાલી રહેલા નવરાત્રી ઉત્સવ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા જાળવવા બદલ જિલ્લાના પોલીસની કામગીરીને બિરદાવી હતી.