પાલનપુર શાળાના બાળકોએ પોલીસ હેડ કવાર્ટર ખાતે પોલીસ ડોગની ચોરી લૂંટ વગેરે શોધવા કામગીરીની જાણકારી લીધી
30 નવેમ્બર જીતેશ જોષી વાત્સલ્યમ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા
પાલનપુર પોલીસ હેડ કવાર્ટર શહેરના ભણતા બાળકોને પોલીસની વિવિધ કામગીરીઓની જાણકારી ની કાર્યક્રમો થતા હોય છે આ શહેરના એક શાળાના 200 વિદ્યાર્થીઓ પોલીસ હેડ કવાર્ટર ખાતે પોલીસ ડોગ ચોરી લૂંટફાટ જેવી સફળ કામગીરી કઈ રીતે આરોપીઓને પકડવામાં આવે છે ભણતા બાળકોને માહિતગાર કર્યા હતાશ્રી એ એન બિહારી જાગીરદાર ઇંગ્લીશ મીડીયમ સ્કુલ પાલનપુર ના લગભગ 200 વિદ્યાર્થીઓ ની પોલીસ હેડ કોરટર વિઝીટ મા બાળકોને કે નાઇન પોલીસ ડોગ સકોડ બનાસકાંઠા પોલીસ ના સંકુલમાં બાળકોને જ્ઞાનવર્ધક સંમેલન જેમાં બાળકો ને કે નાઇન ડોગ સ્કોડ ની સંપૂર્ણ માહિતી આપી હતી ડોગ્સકોડ ના અધિકારીઓ શ્રી રહીમભાઈ લીંબડીયા વિક્રમકુમાર શિવલાલ રાવલ પૃથ્વીરાજ રાઠોડ રમેશભાઈ ચૌધરી ના ઓ એ પોલીસ ડોગ વિશે સંપૂર્ણ માહિતી આપી હતી વિક્રમ કુમાર રાવલે જણાવ્યું હતું કે આજના આધુનિક ભારતમાં k9 પોલીસ ડોગ પોતાની જોરદાર ફરજો બજાવી રહ્યા છે મિલેટ્રીમાં નેવી માં તથા એરફોર્સમાં જે રીતે ડોગ્સની જાળવણી કરવામાં આવે છે તે જ રીતે પોલીસમાં જબરદસ્ત સુવિધાઓ સાથે પોલીસ ડોગ્સને સંપૂર્ણ સુરક્ષા અને જાળવણી પૂરી પાડવામાં આવે છે ગુજરાત રાજ્યમાં બનાસકાંઠાના પોલીસ ડોગ રોશનીએ તાજેતરમાં અંબાજીમાં થયેલી બહુ મોટી ચોરી લગભગ 80 લાખની ગુના શોધનમાં જબરદસ્ત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સમયસર પોલીસ ડોગ રોશની પહોંચીને લગભગ ત્રણ કિલોમીટર જેવી ટ્રેક કરી હતી અને ગુનાશોધનમાં મદદ કરી હતી આપણા બનાસકાંઠામાં પોલીસ ડોગ પોલીસને સમય અનુકૂળ મદદ કરે છે અને બનાસકાંઠા જિલ્લામાં નારકોટીકસ પોલીસ ડોગ અને પ્રોહિબિશન પોલીસ ડોગ છે જે પોલીસને મદદ કરે છે, જિલ્લામાં પોલીસ ડોગ જોય પોલીસ ડોગ રોશની , પોલીસ ડોગ ડોગલ પોલીસ ડોગ કેમરી પોલીસ ડોગ પેલય પોલીસ ડોગ લકી ફરજો બજાવે છે , વિક્રમ કુમાર રાવલ જણાવે છે કે દુનિયાભરમાં અત્યારે ઓન ડ્યુટી લાખો ડોગ સુરક્ષામાં કામ કરી રહ્યા છે જાળવણીમાં રસોઈયા એટલે કેનલ બોય અને સફાઈ કામદાર અને ડ્રાઇવર મદદ કરતા હોય છે ડોગ્સ માટે એસી બોલેરો સરકારશ્રીની મદદથી કાર્યરત છે ડોગના રસોઈયા શ્રી વિપુલભાઈ ડોગ નિ જોરદાર કાળજી લે છે તેમના રૂમની સાફસફાઈશિયાળામાં ડોગને પાથરવા માટેની સંપૂર્ણ વ્યવસ્થા હોય છે ડોગ નું ઓફિસ અને એમનું કમ્પાઉન્ડ બહુ સ્વચ્છ અને સુગડ રાખે છે શ્રી વિક્રમ કુમાર જણાવે છે કે વર્ષમાં અવારનવાર દરેક સ્કૂલોને વિઝિટ હોય છે જેમાં વિદ્યાર્થીઓને પોલીસ ખાતાની સરકારનિ કામગીરીનું માર્ગદર્શન મળતું રહે છે ડોગ બહુ જ વફાદાર હોય છે ડોગની વફાદારી જગવિખ્યાત છે ડોગ ના રસોઈયા વિપુલભાઈ ડોગની જે કાળજી લે છે તેના કારણે ડોગ ની કામ કરવાની ક્ષમતા જબરદસ્ત મજબૂત રહે છે સ્કૂલની વિઝિટ દરમિયાન બાળકોને રસપ્રદ માહિતી અને ડોગ ની કામગીરી વિશે ઉત્સુકતા જાગી હતી સ્કૂલના શિક્ષકોએ બાળકોને ડોગસકોડ નું મહત્વ સમજાવ્યું હતું વિક્રમ કુમાર રાવલ લગભગ ૨૦ વર્ષથી પોલીસ ડોગ માં સેવા આપે છે તેમના હાથ નીચે તૈયાર થયેલ ડોગ ટોમ અંબાજીમાં વિનય રાવલ મર્ડર કેસમાં જોરદાર કામગીરી કરી હતી અને આરોપીઓના ચપ્પલ શોધી આપ્યા હતા જય હિન્દ