પાલનપુરના કરજોડા નજીક રેલ્વે લાઈન ઉપર અજાણી મહિલા ટ્રેનની એડફટમાં આવી જતા કમ કમાટી ભર્યું મોત

20 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
પાલનપુર નજીક કરજોડા રેલવે સ્ટેશન કી.મી નંબર 648/3 પાસે કોઈ ટ્રેનની એડફટ થી અજાણી મહિલા મોત નિપજ્યું હોવાનું રેલ્વે પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી ગઈ આ મહિલાની લાશ સિવિલમાં પી.એમ રૂમમાં રાખેલી જો કોઈ એનો વાલીવાળા હોય રેલવે પોલીસને સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.પાલનપુર રેલવે પોલીસ માંથી જણાવ્યા મુજબ કરજોડા નજીક કોઈ ટ્રેનની અડફેટે માં મહિલા આવી જતા જેના માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેનું મોત થયું હોવાનું જણાવેલું આ મહિલાની ઉંમર આશરે 60 તેમજ ઊંચાઈ પાંચ ફૂટ પાંચ ઇંચ પાતળા બાદ્યાની માથે સફેદ વાળ તેમજ આ સ્ત્રીએ સફેદ કલર નું ટીશર્ટ કમરે પીળા કલર નો ચણીયો લાલ લીલા કલરની સાડી પહેરેલી હતી પોલીસે અકસ્માત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરીને જો કોઈ તેનો વાલી વારસો હોય પાલનપુર રેલવે પોલીસમાં સંપર્ક કરવાનું જણાવ્યું હતું.આ અંગે દિપકભાઈ રાવલે જણાવ્યું હતું.




