JAMNAGAR

કાલાવડ ના નવાગામ તેમજ નિકાવા માં મહા રક્તદાન કેમ્પ યોજાઈ ગયો.

11 જુલાઈ 2023
હર્ષલ ખંધેડિયા :- જામનગર

જામનગર જિલ્લા ના કાલાવડ તાલુકાના નવાગામ ખાતે શ્રી ખોડલધામ સમિતિ નવાગામ તેમજ નિકાવા દ્વારા શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ ના ચેરમેન નરેશભાઈ પટેલના જન્મદિન નિમિત્તે મેગા બ્લડ ડોનેશન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો..

કાગવડ ખોડલધામ ના ટ્રસ્ટી નરેશભાઈ પટેલના 58 માં જન્મદિવસ નિમિત્તે નવાગામ અને નિકાવા ગામે શ્રી લેઉવા પટેલ સમાજ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં નવાગામ અને નિકાવાની આજુબાજુના ગામના ભાઈઓ તેમજ બહેનોએ બ્લડ આપેલ હતું. જેમાં નવાગામમાં 83 અને નિકાવામાં 167 બોટલ બ્લડ ડોનેટ થયેલ હતું.
તેમજ વધુમાં જાણવા મળતી વિગતો અનુસાર આજરોજ ગુજરાત ભરમાં 58 થી વધુ જગ્યા ઉપર મેગા બ્લડ ડોનેશન કેમ્પ નો કાર્યક્રમ હતો જેમાં નવાગામ લેઉવા પટેલ સમાજ ખાતે ખોડલધામ ટ્રસ્ટ કાગવડ થી ટ્રસ્ટીશ્રીઓએ મેગા બ્લડ ડોનેશન કેમ્પ ની મુલાકાત લીધી હતી. તેમજ કાલાવડ થી ખોડલધામ સમિતિએ પણ મુલાકાત લીધેલી હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નવાગામ અને નિકાવા એમ બંને ગામની શ્રી ખોડલધામ સમિતિ ના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!