મોડેલ સ્કૂલ થરાદ ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે મહિલા સુરક્ષા, જાગૃતિ કાર્યક્રમ યોજાયો

વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ
મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ ગૃહ વિભાગ કાર્યરત પોલીસ સ્ટેશન સપોર્ટ સેન્ટર દ્વારા થરાદ મોડેલ સ્કૂલમાં ગુરુપૂર્ણિમાના પાવન અવસરે સુરક્ષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ડીવાયએસપી શ્રી વારોતરીયા સાહેબના અધ્યક્ષસ્થાને વિદ્યાર્થીનીઓ અને શિક્ષકોને ગુરુના મહત્ત્વ સાથે સાથે સાયબર સુરક્ષા તથા મહિલા સુરક્ષા અંગે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી.
પ્રારંભમાં પવિત્ર ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુજનના દિપ પ્રાગટ્ય કરી ઉપસ્થિત મહેમાનોનો સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતુંભાવભીની ગુરુવંદના કરવામાં આવી. ત્યારબાદ ડીવાયએસપી શ્રી વારોતરીયા સાહેબે પોતાના ઉદ્દબોધનમાં ગુરુના જીવનમાં રહેલા માર્ગદર્શક યોગદાન વિશે સંભળાવ્યું. સાથે જ આજે વધતા જતા સાયબર ક્રાઇમ અંગે માહિતગાર રહેવાની અને આવા ગુનાઓથી કેવી રીતે બચી શકાય તેની સૂચનાઓ આપી. વિદ્યાર્થીઓને ઓનલાઈન સાવચેતી, સોસિયલ મીડિયામાં સુરક્ષા અને કાયદાકીય માહિતી પણ આપવામાં આવી.
આ કાર્યક્રમમાં મહિલાને બાળ વિકાસ વિભાગ ના પોલીસ સપોર્ટ ના કાઉન્સિલર રેખાબેન પરમારએ વિદ્યાર્થી દીકરીઓ માટે ખાસ કરીને 181 મહિલા હેલ્પલાઇન, PBSC (Protection Based Service Center) તથા મહિલા અને બાળ વિભાગ દ્વારા ચલાવવામાં આવતા વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી. તેમને સમજાવ્યું કે કોઈપણ મુશ્કેલીના સમયે કઈ રીતે સહાય મેળવી શકાય છે અને ક્યાં સંપર્ક કરવો.
કાર્યક્રમમાં તબીબી તજજ્ઞ ડૉ. રિતેશભાઈએ વિદ્યાર્થીઓને સ્વાસ્થ્ય વિષે માહિતી આપતાં યોગ્ય ખોરાક, વ્યક્તિત્વ વિકાસ અને સ્વચ્છતા અંગે સરળ અને અસરકારક માર્ગદર્શન આપ્યું.
આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ઉપસ્થિત મહેમાનોને ગુરુોના મહાત્મ્ય સાથે આધુનિક યુગની જરૂરી જાગૃતિઓ જેવા કે સાયબર સુરક્ષા, મહિલા સહાય કેન્દ્રો અને આરોગ્ય બાબતો અંગે ઉપયોગી માહિતી પ્રાપ્ત થઇ. આ કાર્યક્રમ આચાર્યશ્રી કરસનભાઈ પઢાર તેમજ સ્ટાફ દ્વારા કાર્યક્રમ સફળ બનાવેલ આ કાર્યક્રમ માં બહોળી સંખ્યામાં દીકરીઓ હાજર રહેલ



