લાખણી ના ગેળા ની ગૌશાળામાં ગાયો માટે તરબૂચ અપાયા
નારણ ગોહિલ લાખણી
લાખણીના ગેળા ગામે નિરાધાર ફરતી ગાયો માટે ગામ લોકોએ ભેગા મળીને એક વ્યવસ્થા કરી એક નાનકડી ગૌશાળા બનાવી છે જેમાં ગામ લોકોના સાથ સહકારથી આ ગૌશાળામાં ગૌસેવાનું એક ઉત્તમ કાર્ય થઈ રહ્યું છે જેમા 350 એવી ગૌમાતાઓ છે આજે અમેરિકાના કલ્યાણ મિત્ર મંડળ દ્વારા 12200/- રૂપિયાના તરબૂચનો પ્રસાદ ગૌસેવામાં આપવામાં આવ્યો હતો જેમાં આપણા બનાસકાંઠા ગૌમાતા બચાવો અભિયાનના ગૌભક્ત શ્રી વસંતભાઈ દેસાઈ પાવડાસણ અને થરાદ નિવાસી વિપુલભાઈ સંઘવી હાલ અમદાવાદે આ ગૌશાળાની રૂબરૂ મુલાકાત કરી અને ગૌમાતાઓની સેવાનો લાભ લીધો હતો આજના આ ગૌસેવાકિય કાર્યમાં ગૌશાળાના મુખ્ય સંચાલક સરપંચ શ્રી દેવાભાઈ અચળાજી કાગ, દજાભાઈ કાળાજી ચૌધરી , સવજી બા પટેલ, ભુરાભાઈ વિહાભાઈ રબારી, હિરાભાઈ જે. પટેલ, જનકભાઈ પુરોહિત, ખુમાભાઈ, અમરતભાઈ, ભરતભાઈ, જેતાભાઈ, નિકુલભાઈ, વિક્રમભાઈ રબારી તથા પૂજાબેન, ઉર્મિલાબેન, ચંદ્રિકાબેન, ભૂમિકાબેન, રિંકાબેન રબારી, ભૂમિબેન પુરોહિત, અલ્પેશભાઈ વાલ્મિકી,અને બાળ ગૌપાળ દશરથભાઈ અને અન્ય બે મિત્રોનો ખૂબ સારો સાથ સહકાર રહ્યો હતો વધુમાં વસંતભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આવી ઉનાળાની કાળજાળ ગરમીમાં જ્યાં પણ આવી નિરાધાર ગૌમાતાની સેવા થાય છે ત્યાં આપણે આવા ગૌસેવાના કાર્યમાં જોડાવું જોઈએ જેથી કરીને આપણું દેશી અમૂલ્ય ગૌધન બચી શકે અને આપણી આવનારી યુવા પેઢી પણ ગૌસેવા તરફ વળે આજના ગૌસેવાકિય કાર્યમાં સાથ સહકાર આપનાર તમામ બાળકો, વડિલો અને ગૌભક્તોનો વસંતભાઈ દેસાઈએ દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો..