
તા.૧૩.૧૧.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:બેન્ક ઑફ બરોડા, એ “આત્મનિર્ભરતા તરફ” થીમ હેઠળ ‘બરોડા કિસાન પખવાડિયું’નું ૮ મું સંસ્કરણ યોજાયો
બરોડા કિસાન પખવાડિયુંનો હેતુ ભારતીય કૃષિ સમુદાય સાથે બેન્કના સંબંધોને મજબૂત બનાવવાનો, કૃષિ સંબંધિત બેન્કની યોજનાઓ અંગે જાગૃતિ લાવવાનો અને ભારત સરકારની ગ્રામ્ય વિકાસ પહેલોને પ્રોત્સાહન આપવાનો છે દાહોદ રીજનમાં દાહોદ અને મહિસાગર એમ બે જિલ્લાઓ આવરી લેવામાં આવ્યા છે, જેમાં બેન્કની ૫૫ શાખાઓ કાર્યરત છે ભારતની અગ્રણી જાહેર ક્ષેત્રની બેન્કોમાંની એક એટલે બેન્ક ઑફ બરોડા એ મહિસાગર જિલ્લાના લૂણાવાડા ખાતે બી.એસ.વી.એસ. લૂણાવાડા પરિસરમાં મેગા કિસાન મેળો યોજ્યો હતો. આ કાર્યક્રમ ‘બરોડા કિસાન પખવાડિયું’ ના આઠમા સંસ્કરણનો ભાગ હતો. જેનો વિષય “આત્મનિર્ભરતા તરફ” રાખવામાં આવ્યો હતો. આ પહેલ ૩ થી ૧૫ નવેમ્બર ૨૦૨૫ દરમિયાન યોજાઈ રહી છે. તેનો હેતુ ખેડૂતો તથા ગ્રામ્ય સમુદાયને સશક્ત બનાવવાનો, નાણાકીય સમાવેતી પ્રગતિ વધારવાનો અને આત્મનિર્ભર ભારત તરફના તેમના પ્રયત્નોને ટેકો આપવાનો છે. દાહોદ રીજનમાં દાહોદ અને મહિસાગર એમ બે જિલ્લાઓ આવરી લેવામાં આવ્યા છે, જેમાં બેન્કની ૫૫ શાખાઓ કાર્યરત છે.આ કાર્યક્રમમાં મેગા કિસાન મેળો, કિસાન મીટ્સ, ક્રેડિટ કેમ્પ્સ અને ફાઇનાન્સિયલ લિટરેસી સેશન્સ યોજાયા હતા. જેમાં ૪૦૦ થી વધુ ખેડૂતો આ કાર્યક્રમમાં જોડાયા હતા. જેમાં ૨૨૦ ખેડૂતોને રૂ. ૧૦ કરોડના કૃષિ લોન, MSME ગ્રાહકોને રૂ. ૧૩ કરોડ અને રિટેલ લોન રૂ. ૧૩ કરોડના મંજૂરીપત્રો અપાયા હતા. આ કાર્યક્રમ દરમિયાન કૃષિ સાધનો, એસ.એચ.જી. ફૂડ સ્ટોલ્સ તથા ડ્રોન ટેકનોલોજી જેવા આધુનિક વૈજ્ઞાનિક સાધનોના સ્ટોલ પણ રાખવામાં આવ્યા હતા બેન્ક ઑફ બરોડાએ ખેડૂતો માટેની પોતાની ડિજિટલ સેવાઓ જેવી કે ડિજિટલ બરોડા કિસાન ક્રેડિટ કાર્ડ (Digital BKCC) અને ડિજિટલ ગોલ્ડ લોન રજૂ કરી હતી. બેન્કે પોતાના BKCC ને રિઝર્વ બેન્ક ઇનોવેશન હબ (RBIH) સાથે સંકલિત કર્યું છે, જેથી જમીનના ડિજિટલ રેકોર્ડ મેળવી શકાય અને ગ્રાહકોનું સંપૂર્ણ ડિજિટલ ઑનબોર્ડિંગ શક્ય બને. ડિજિટલ ગોલ્ડ લોનથી ગ્રાહકો તેમના ઘરે બેઠા જ સરળતાથી લોન માટે અરજી કરી શકે છે.આ પ્રસંગે વિનય કુમાર રાઠીએ કહ્યું: “બેન્ક ઑફ બરોડા હંમેશાં ભારતના ખેડૂતો – દેશની લીડ – સાથે ઉભી છે. ‘બરોડા કિસાન પખવાડિયું’ જેવી પહેલ દ્વારા અમે ટેક્નોલોજીને ખેડૂત સુધી લાવવા અને તેમને સહેલાઈથી નાણાકીય સહાય મેળવવામાં મદદ કરવા પ્રતિબદ્ધ છીએ. આ વર્ષનો વિષય ‘આત્મનિર્ભરતા તરફ’ ખેડૂતોને સશક્ત બનાવવા, ડિજિટલ બેન્કિંગને પ્રોત્સાહન આપવા અને સરકારની યોજનાઓ વિશે જાગૃતિ લાવવાનો અમારો સંકલ્પ દર્શાવે છે.”બરોડા કિસાન પખવાડિયુંનો હેતુ ભારતીય કૃષિ સમુદાય સાથે બેન્કના સંબંધોને મજબૂત બનાવવાનો, કૃષિ સંબંધિત બેન્કની યોજનાઓ અંગે જાગૃતિ લાવવાનો અને ભારત સરકારની ગ્રામ્ય વિકાસ પહેલોને પ્રોત્સાહન આપવાનો છે. દાહોદ રીજનમાં બેન્ક ઑફ બરોડાની કુલ ૫૫ શાખાઓ છે, જેમાંથી ૪૨ શાખાઓ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી છે.કિસાન ક્રેડિટ કાર્ડ, ગોલ્ડ લોન, ટ્રેક્ટર લોન, ડેરી, પૉલ્ટ્રી, ફૂડ એન્ડ એગ્રો, પૉલિહાઉસ ખેતી તથા એસ.એચ.જી.ને લોન આપવાનું ક્ષેત્ર બેન્ક માટે કૃષિ ક્ષેત્રના મુખ્ય વિકાસ ક્ષેત્રો છે. આ પ્રસંગે વિનય કુમાર રાઠી (જનરલ મેનેજર અને ઝોનલ હેડ, બરોડા ઝોન), ગિરિશ મંશાણી (ડેપ્યુટી જનરલ મેનેજર, બરોડા ઝોન) અને રામનરેશ યાદવ (રીજનલ હેડ, દાહોદ રીજન) ઉપસ્થિત રહ્યા હતા.





