BHARUCHGUJARATJAMBUSAR

જંબુસર નગરમાં વીજ કંપનીના બરોડા વીજ ચેકિંગ હાથ ધરાયું 

જંબુસર નગરમાં વીજ કંપનીના બરોડા વીજ ચેકિંગ હાથ ધરાયું

દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વીજ ચોરી પકડવા માટે વખતો વખત જંબુસર નગર સહિત પંથકમાં દરોડા પાડી મોટા પાયે વીજ ચોરી ઝડપી પાડે છે.હાલ શિયાળાની કડકડતી ઠંડી હોય લોકો મીઠી નિંદર માણી રહ્યા હતા. ત્યારે વીજ કંપની સંચાલકો દ્વારા વીજ ચોરી અટકાવવા વહેલી સવારે આશરે 6 ના અરસામાં જંબુસર નગરના કપાસિયા પુરા, ભાગલીવાડ સહિતના વિસ્તારોમાં ડીજીવીસીએલ કર્મચારીઓ એ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નગરના વિવિધ વિસ્તારોમાં દરોડાપાડી વીજ ચેકિંગ હાથ ધર્યું હતું. આકસ્મિક વીજ ચેકિંગ હાથ ધરાતા વીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. અને કડકડતી ઠંડીમાં વીજ ચોરોની ઠંડી ઉડી ગઈ હતી.

Back to top button
error: Content is protected !!