GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર બાયપાસ રોડ પર બ્યુટીફીકેશનની કામગીરી પ્રગતિમાં

તા.04/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લાના વિવિધ માર્ગો ઉપર રોડના ડિવાઇડર અને કિનારીઓ પર કલર કામ કરીને તેમને નવો દેખાવ આપવામાં આવી રહ્યો છે આ ઉપરાંત, પર્યાવરણ અને સલામતીના ઉદ્દેશ્ય સાથે રોડની બંને સાઇડમાં આવેલા વૃક્ષોના થડ પર ગેરુ ચૂનો લગાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે વૃક્ષો પર ગેરુ ચૂનો લગાવવાથી તે માત્ર સુંદર જ નથી લાગતા પણ તેની દૃશ્યતા વધે છે જે રાત્રિના સમયે વાહન ચાલકોને માર્ગની સીમાઓ સમજવામાં મદદરૂપ થાય છે જેના ભાગરૂપે સુરેન્દ્રનગર શહેરના બાયપાસ રોડને વધુ આકર્ષક બનાવવા માટેની કામગીરી હાલમાં પ્રગતિ હેઠળ છે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડના ડિવાઇડર અને કિનારીઓ પર કલર કામ કરવામાં આવી રહ્યું છે તેમજ રોડની સાઈડમાં આવેલા વૃક્ષો ઉપર ગેરુ ચૂનો લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!