GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
ગોધરા તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં સુખિયાપુરી પ્રાથમિક શાળાનું સુંદર પ્રદર્શન.

તારીખ ૦૬/૦૧/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
ગોધરા ખાતેની શ્રી સ્વામિનારાયણ ગાદી ઇન્ટરનેશનલ સ્કૂલમાં તાલુકા કક્ષાના કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાહિત્ય અને સંગીત ક્ષેત્રની અનેક સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં સુખિયાપુરી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ વયજૂથ ૬ થી ૧૪માં કુલ બે સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. જે અંતર્ગત બંને સ્પર્ધાઓમાં સુંદર પ્રદર્શન કરી શાળા, ગામ તથા સમાજનું નામ ઉજ્જવળ કર્યું હતું. યોજાયેલ સ્પર્ધામાં સમૂહગીત ગાન સ્પર્ધામાં દ્વિતીય ક્રમ અને લોકગીત ગાન સ્પર્ધામાં સોનલબેન મનોજભાઈ ચૌહાણ દ્વિતીય ક્રમ મેળવી સમગ્ર તાલુકામાં ગામનું નામ રોશન કર્યું હતું.







