
માનવ કુટુંબ કલ્યાણ સંસ્થાન ભરૂચ દ્વારા રામકબીર વિદ્યાલયમાં કેરિયર માર્ગદર્શન કાર્યક્રમનું સુંદર આયોજન
આજ રોજ શ્રી રામ કબીર વિદ્યાલય રૂનાડ ખાતે માનવ કુટુંબ કલ્યાણ સંસ્થાન દ્વારા કેરિયર માર્ગદર્શન અંતર્ગત કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંસ્થા વતી ધર્મેશભાઈ પાઠક અને તેમની ટીમ દ્વારા પ્રોજેક્ટર દ્વારા અને પોતાની આગવી શૈલી દ્વારા વિદ્યાર્થીઓને તેમના ભાવી કેરિયર માટે ખુબ જ ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ધોરણ દશનાં તમામ વિદ્યાર્થીઓએ ખુબ જ ઉત્સાહથી અને શિસ્તમય રીતે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો કાર્યક્રમના અંતે શાળાના ઇન્ચાર્જ આચાર્ય શ્રી હરીશભાઈ પઢિયાર દ્વારા સમગ્ર ટીમનો આભાર માનવામાં આવ્યો હતો
રિપોર્ટ વિજયસિંહ જીતસિંહ ચૌહાણ




