ધ્રાંગધ્રામા ખાનગી હોસ્પિટલ પાછળ જીન પ્લોટ દેરાસર પાસે ઉકરડામાં દવાઓનો જથ્થો નાખી દેતા જાનવરો ખાતા નજરે પડ્યા

તા.18/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા શહેરના દેરાસર ની પાસે ડોક્ટર હાઉસ હોસ્પિટલની પાછળ ઉકરડામાં જોવા મળ્યો બીન વારસી દવાઓનો જથ્થો બીન વારસી જંગી દવાઓનો જથ્થો જોતા લોકોમાં સર્જાયું કુતૂહલ શા માટે દવાઓના જથ્થાને ઉકરડામાં ઠલવામા આવ્યો? આરોગ્ય વિભાગના ઇન્ચાર્જ ઓફિસર દોડી ગયા એક બાજુ ગુજરાતમાં ધીરે ધીરે ચાંદીપુરા વાયરસે દેખા દીધી છે ત્યારે વાયરલ ઇન્ફેક્શનના કેસો પણ જોવા મળી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરના ક્લબ રોડ દેરાસરની પાસે ડોક્ટર હાઉસ હોસ્પિટલ ની પાછળ આવેલ ઉકરડામાં બીન વારસી બોહળી માત્રામાં દવાઓનો જથ્થો જોવા મળતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું હાલ તો આ જથ્થો કોણે નાખ્યો હશે? ધટનાની જાણ થતાં જ આરોગ્ય વિભાગના ઇન્ચાર્જ ઓફિસર દોડી ગયા હતા અને ઇન્ચાર્જ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બિનવારસી દવાઓનો જથ્થો છે જે સરકારી દવાઓ નથી આ કોઈ ખાનગી દવાઓનો જથ્થો હોવાનું જણાવ્યું હતું હાલ તો ઉકરડામાં નાખી દિધેલ બિન વારસી એકસસ્પાઈરી દવાઓના જથ્થાની ઉચ્ચ તપાસ કરી દોષીઓ સામે કડક માં કડક દંડાત્મક તથા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.




