મહેસાણા ખાતે બેટી બચાઓ બેઢી પઢાઓ” દિવસની શ્રી વી.આર.કર્વે પ્રોગ્રેશિવ હાઈસ્કુલે ઉજવણી કરાય
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
મહેસાણા વહીવટીતંત્ર, મહેસાણા અને મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મહિલા અને બાળ અધિકારી એમ. કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ બેટી બચાઓ બેટી પઢાઓ દિવસ નિમિત્તે વિદ્યાર્થીનીઓને ગુડ ટચ બેડ ટચ, પોક્સો એકટ, વિદ્યાર્થીનીઓના સર્વાંગી વિકાસ પર ભાર મુકતાં menstrual hygiene પર કિશોરીઓ સાથે સંવાદ, PC&PNDT એક્ટ, એનીમિયા મુક્ત કિશોરીઓ અંગે માર્ગદર્શન તેમજ યોજનાકીય અને કાયદાકીય માહીતીઓ વિશે જાગૃત કરતા સેમિનારનુ આયોજન કરવામાં આવેલ એક પેડ મા કે નામ” – અંતર્ગત વુક્ષોનુ વિતરણ કરી વૃક્ષ ઉછેરવા માટે સંકલ્પ કરવામાં આવેલ.
અભ્યાસમાં અગ્રેસર રહેલ ધો. ૯ થી ૧૨ની વિધ્યાર્થીનીઓનુ એજ્યુકેશન કીટ આપી સન્માન કરવામાં આવેલ. જેઠાભાઈ પટેલ, નિયામક, વી.આર.કર્વે પ્રોગ્રેશિવ હાઈસ્કુલ, ડૉ. સુજલકુમાર આર.શાહ, તાલુકા હેલ્થ ઓફિસર, મહેસાણા, મુકેશભાઈ પટેલ, દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી, સંજયભાઈ એસ. પટેલ, આચાર્ય, વી.આર.કર્વે પ્રોગ્રેશિવ હાઈસ્કુલ તેમજ DHEW, DCPU, પુર્ણા યોજના, PBSC, OSC, ૧૮૧ અભયમ, નારી અદાલતના કર્મચારીઓએ વિવિધ માર્ગદર્શન પુરુ પાડેલ. જેમાં ૨૩૭ મહિલાઓ સહભાગી બન્યા હતા.