આત્મા કચેરી દ્વારા ગોધરા, ઘોઘંબા તથા હાલોલ ખાતે પ્રાકૃતિક ખેતી અંગેની ત્રી-દિવસીય તાલીમ શિબિર યોજાઈ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૫.૫.૨૦૨૫
કૃષિ વૈજ્ઞાનિકોએ ખેતીની ઉપજ વધારવા માટે કરેલાં સંશોધનો ખેડૂતો સુધી પહોંચે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા ઍગ્રિકલ્ચરલ ટૅકનૉલૉજી મૅનેજમેન્ટ એજન્સી (આત્મા) યોજના શરૂ કરવામાં આવી છે.આત્મા પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેતી પદ્ધતિઓ અને બિયારણને લગતા જે પણ સંશોધનો થાય તથા તે અંગેની માહિતી ખેડૂતો સુધી પહોંચાડીને તેમની ઉપજ વધારવાનો છે.ગુજરાતમાં ઘણા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. આત્મા પ્રોજેક્ટ ગોધરા દ્વારા ગોધરા,મોરવા (હ), કાલોલ, ઘોઘંબા, હાલોલ અને જાંબુઘોડા તાલુકાના કોમ્યુનીટી રિસોર્સ પરસન્સને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવામાં આવી હતી જેમાં હાલોલ ખાતે હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની વિશેષ ઉપસ્થિતિમાં વિવિધ ખેતી નિષ્ણાંતો દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના વિવિધ વિષયો પર વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.જેમાં ગોધરા ખાતે યોજાયેલ પ્રોજેકટ ડાયરેક્ટરશ્રી બી.આઈ મહેતા,(આત્મા) ગોધરા,નાયબ પશુપાલ નિયામક ડૉ.એન.એ.પટેલ તથા ગોધરા ખેતીવાડી શાખાના મદદનીશ ખેતી નિયામક એમ.કે.ડાભી દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ઘોઘંબા ખાતે મદદનીશ ખેતી નિયામક ડી.ડી. પટેલ, બાગાયત અધિકારી ચંદ્રકાંત પટેલ,વિસ્તરણ અધિકારી હરદેવસિંહ ચૌહાણ દ્વારા પ્રાકૃતિક ખેતી અંગેના આયામો સહિત અન્ય વિષયો પર જાણકારી આપવામાં આવી હતી.રાજ્ય સરકાર દ્વારા સન્માનિત નિવૃત કૃષિ વૈજ્ઞાનિક પ્રો.કનુભાઈ પટેલે ખેડૂતોની આવક વધારવા અંગે મૂલ્યવર્ધન અને બજારમાં વધુ ભાવ મળે તેવી કૃષિપેદાશની ખેતી કરવા ઉપર ભાર મૂક્યો હતો.આત્મા પ્રોજેક્ટના ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર દીક્ષિતભાઈ મકવાણાએ પ્રાકૃતિક ખેતીના જંતુનાશક શસ્ત્રો અંગે માહિતી આપી હતી.











