MORBi:ચલો બુલાવા આયા હે, રાજાને બુલાય હે”મોરબી દાઉદી વ્હોરા સમાજના મૌલાઈ રાજા સાહેબનો ત્રિદિવસીય ઉર્ષ મુબારક
MORBi:ચલો બુલાવા આયા હે, રાજાને બુલાય હે”મોરબી દાઉદી વ્હોરા સમાજના મૌલાઈ રાજા સાહેબનો ત્રિદિવસીય ઉર્ષ મુબારક
મોરબી દાઉદી વ્હોરા સમાજના મૌલાઈ રાજા સાહેબનો ત્રિદિવસીય ઉર્ષ મુબારક તા. ૨૪,૨૫,૨૬ સપ્ટેમ્બર ૨૦૨૪
મૌલાઈ રાજા બીન મૌલાઈ દાઉદ ક.રૂ. ની શાનમાં સૈયદી સાદીકઅલી સાહેબની નસિહતની અમુક પંકિત નીચે મુજબ રજુ કરેલ છે.
આ દાઅવતલ હકની જે ખીદમત કરી ગયાં છે, જીવતા છે વો કબમાં સર્વે અગર જે મરી ગયા છે.”
આ શહેરમાં દાઉદી વ્હોરા સમાજની પવિત્ર જગ્યાઓ મોજુદ છે. જે ઇતિહાસ સાથે જોડાએલ છે. તેમાં મુખ્યત્વે મૌલાઈ રાજા સાહેબ દરગાહ, મોલાઈ રાજા સાહેબની મસ્જીદ, મૌલાઈ રાજા સાહેબનો કુવો, મૌલાઈ રાજા સાહેબનું મકાન સામેલ છે. જે ઈશ્વરની કસોરીની અને ઈશ્વર અલ્લાહ સાથે જોડાવવાની અને કુદરત સાથેના પરસ્પર વિશ્વાસનું પ્રતિક છે.
મોરબી શહેરમાં દાઉદી વ્હોરા સમાજ ના દાઈ સૈયદના નૂર મોહમ્મદ નુરૂદ્દીન સાહેબ જેમની દરગાહ માંડવી – કચ્છ મુકામે છે તેમની મસ્જીદ, સુરત મુકામે જેમની દરગાહ છે તેવા સૈયદના અબ્દેઅલી સૈફુદ્દીન સાહેબના ગુરફા મુબારક અને આપની ઐતિહાસીક મસ્જીદ આ તમામ સ્થળો હાલના સમયમાં મોજુદ છે. આ તમામ ઇમારતો દાઉદી વ્હોરા સમાજ માટે એક ગૌરવવંતા ધાર્મિક લાગણી સાથે જોડાએલ છે.
મૌલાઈ રાજા સાહેબ હી. ૮૩૫ ઇ.સ ૧૪૧૪ માં પાટણથી મોરબી મુકામે તશરીફ લાવ્યા અને મોરબીને દારૂલ હિજરત બનાવ્યું.
મૌલાઈ રાજા સાહેબ જે ઘરમાં રહેતા તે હાલમાં હયાત છે અને આજ શેરીમાં મૌલાઇ રાજા સાહેબની મસ્જીદ આવેલી છે અને એજ મસ્જીદમાં તારીખી ઐતિહાસીક અને ધર્મનું પ્રતિક સમાન કુવો પણ મોજુદ છે.
મૌલાઈ રાજા સાહેબ નિયત કમ અનુસાર એક દિવસ સાંજના સમયે કપડાનાં વણાંટ નું કામમાં મશગુલ હતા અને સંધ્યા – મગરીબનો સમય થયો. તરતજ કામ મૂકી ખુદાની બંદગી નમાઝ માટે મસ્જીદમાં ગયા અને વુઝુ કરવા માટે પાણી લેવા ડોલ કુવામાં નાખી પાણીના બદલે હીરા – ઝવેરાત આવ્યા. આ હીરા- ઝવેરાત કુવામાં પાછા નાખી દીધા. આમ ત્રણ વખત ખુદાએ આપની પરીક્ષા કરી પણ હીરા – ઝવેરાત અને દુનિયાની તમામ દૌલત ઠુકરાવી ઇશ્વર -અલ્લાહને પ્રાર્થના – દુઃઆ કરી કે એ પરવરદિગાર મારે તો તારી બંદગી અને નમાઝ પઢવી છે. ત્યારબાદ કુવામાં ડોલ નાખી અને પાણી આવ્યુ અને આપે નમાઝ પઢી. આમ ખુદાની કસોટીમાં પસાર થયા. આ કુવો હાલમાં મોજુદ છે અને આ સમગ્ર ઘટના દાઉદી વ્હોરા સમાજના તમામ ધાર્મિક ગ્રંથોમાં સોનાનાં અક્ષરથી નોંધાયેલ છે.
આપના સમયમાં કાઠીયાવાડમાં પાણીની કટોકટી સર્જાતા મૌલાઈ રાજા સાહેબે વાંકડા ગામ પાસે ચાર ગામના સીમાડ ની વચ્ચે એક વાવ બનાવી. જેના થી અનેક લોકોએ એ વાવ નો ફાયદો લીધો. આ વાવ હાલમાં પણ આપના નામ સાથે સમયની સાક્ષીનું પ્રતિક છે.ખુદાએ આપની નસલ માં નવ સંતહ્યદાઇહૃ આપ્યા જેમાંથી ૪ સાહેબો ની દરગાહ જામનગર, ૧ સાહેબની દરગાહ માંડવીમાં ૩ સાહેબોની દરગાહ સુરત અને ૧ સાહેબની દરગાહ બુરહાનપુર એમ.પી. માં આવેલી છે.
આપની દરગાહ મોરબી શહેરની શાનો – શોકત અને ખુદા અને તેમના બંદા વચ્ચે કસોટીનું પ્રતિક છે. આ દરગાહને “ખશબુ ગુજરાત” હેરીટેજ તેમજ ટુરીઝમ હેઠળ પણ સમાવવામાં આવેલ છે.મોરબી શહેર દાઉદી વ્હોરા સમાજનું પવિત્રતા અને ધાર્મિક વૈશ્વિક ઇતિહાસ તેમજ દાઉદી વ્હોરા સમાજની પ્રેરણા અને શ્રદ્ધા માટે ઉતમ ધાર્મિક લાક્ષણિકતા ધરાવતુ સ્થળ છે.જે તે સમયે મોરબી દાઉદી વ્હોરા સમાજ નું દાઅવતનું મરકઝ હ્યધર્મ નું મેઇન મથકહૃ હતું અને સમગ્ર વ્હોરા સમાજ નું શિક્ષણ અને
તમામ પ્રવૃતિ મોરબી શહેરમાંથી થતી. આમ મોરબી પ્રબળ રાષ્ટ્રવાદની પ્રેરણા સ્વરૂપ અને એક આદર્શ શહેર તરીકે નોંધપાત્ર છે.આપ હીજરી કેલેન્ડર મુજબ રબીઉલ અવ્વલ મહીનાની ૨૩મી તારીખે વફાત થયા હતા મોરબીમાં અને દુનીયામાં દાઉદી વ્હોરા સમાજ દ્રારા આપનો ઉર્ષ હર્ષ અને ઉલ્લાસ થી ઉજવવામાં આવે છે. લાખો લોકો દેશ – વિદેશ માંથી આપની દરગાહ પર આવીને માથુ નમાવી પોતાની ઉમ્મીદો પુરી કરે છે.