GUJARATKUTCHMANDAVI

બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અન્વયે રતનાલ આઇટીઆઇ ખાતે “જેન્ડર સેન્સેટાઇઝેશન”કાર્યક્રમ યોજાયો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૦૬ ફેબ્રુઆરી : “બેટી બચાઓ બેટી પઢાઓ” યોજનાના ૧૦ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી અંતર્ગત જિલ્લા મહિલા અને બાળ કચેરી દ્વારા અંજાર તાલુકાના રતનાલ ગામની ITI ઇન્સ્ટીટયુટ ખાતે “જેન્ડર સેન્સેટાઇઝેશન” જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ અંતર્ગત ડીસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન (DHEW)ની ટીમના સ્પેશિયલ ફાઇનાન્સીયલ ઇન લીટ્રેસી(SFL) પૂજાબેન પરમાર દ્વારા જેન્ડર સેન્સેટાઇઝેશનના મુદ્દા તેમજ મહિલા અભયમ હેલ્પલાઇન ૧૮૧ તેમજ ચાઈલ્ડ હેલ્પલાઇન ૧૦૯૮ વિશેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. PBSC સેન્ટરના પ્રીતીબેન વિગોરા દ્વારા વિવિધ મહિલાલક્ષી યોજનાઓની તેમજ કાયદાઓની માહિતી આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં ITIમાં ચાલતા વિવિધ ટ્રેડ જેવા કે, શિવણ, કોપા, ઈલેક્ટ્રીશીયન, વાયરમેન, કોમ્પ્યુટર સહિતના કોર્ષના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ ભાગ લીધો હતો.

Back to top button
error: Content is protected !!