નસવાડી નાં પોચંબા અને વાંઠડા ગામ વચ્ચે ખાનગી લક્ઝરી ધડાકા ભેર વુક્ષ સાથે ભટકાઇ.
મૂકેશ પરમાર નસવાડી
નસવાડી થી કોઘા જતા રોડ ઉપર પોચંબા અને વાંઠડા ગામ વચ્ચે એક ખાનગી પેસેન્જર ભરેલી લક્ઝરી પસાર થઈ રહી હતી તે સમયે સામેથી ફોર વ્હીલર ગાડી આવતી જોઈ ખાનગી લક્ઝરી નાં ડ્રાઇવર એ જગ્યા આપવા લક્ઝરી ને રોડ ઉપરથી નીચે ઉતરતા સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવ્યો હતો જેના લીધે લક્ઝરી વુક્ક્ષ સાથે ધડાકા ભેર ભટકાઈ હતી જેનાથી ખાનગી લક્ઝરી નો આગળ નો ભાગ કચળ ગાન વાળી ગયો હતો જ્યારે લક્ઝરી નાં ડ્રાઇવર સહિત 5 પેસેન્જર ઇજાગ્રસ્ત બન્યા હતા તેવોને 108 મારફતે નસવાડી સરકારી દવાખાનામાં લાવવામાં આવ્યા હતા જેમાં ડ્રાઇવરને તેમજ લક્ઝરીમાં બેઠેલી વ્યક્તિઓને સામાન્ય પણ ઈજાઓ થઇ હતી અને મોટી જાનહાનિ ટળી હતી જ્યારે નસવાડી થી કોઘા રોડ સિંગલ પટ્ટીનો રોડ છે જેનાથી એક સાથે બે વાહનો પસાર કરવા ઘણી મુશ્કેલીઓ થાય છે જેને ધ્યાને લઇ આ રસ્તો પણ થોડો પહોળો હોવો જોઈએ એવુ આજુબાજુના ગામડાઓના લોકોએ જણાવ્યું હતું.