ARAVALLIGUJARATMODASA

અરવલ્લી: સંકલિત બાળ વિકાસ યોજના શાખાના પા પા પગલી પ્રોજેક્ટના,ભિલોડા ઘટક-૧માં PSE ઇન્સ્ટ્રકટર અને જિલ્લામાં આધાર સુપરવાઈઝરની ભરતીમાં વિલંબ કેમ?

અહેવાલ

અરવલ્લી : હિતેન્દ્ર પટેલ

અરવલ્લી: સંકલિત બાળ વિકાસ યોજના શાખાના પા પા પગલી પ્રોજેક્ટના,ભિલોડા ઘટક-૧માં PSE ઇન્સ્ટ્રકટર અને જિલ્લામાં આધાર સુપરવાઈઝરની ભરતીમાં વિલંબ કેમ?

અરવલ્લી જિલ્લા પંચાયત હસ્તકની સંકલિત બાળ વિકાસ યોજના શાખાના,પા પા પગલી પ્રોજેક્ટના ભિલોડા ઘટક-૧ માં 4 માસ પૂર્વે ફરજ બજાવતા PSE ઇન્સ્ટ્રકટરે સ્વૈચ્છિક રાજીનામું આપી દીધું હતું,ખાલી પડેલ જગ્યા પર 5 જેટલા અરજદારો એ અરજી ઓ કરી છે,પરંતુ અત્યાર સુધી ભરતી કરવામાં આવી નથી એટલે સાવલો ઉઠ્યા છે.મળતી માહિતી મુજબ સંબધિત અધિકારીએ એજન્સી માં માત્ર એક અરજદાર નો બાયોડેટા મોકલી આપી ઓડર કરવા જણાવ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. પરંતુ એ એજન્સી ને કયા ક્રાઇટ એરિયામાં આવતા અરજદાર ને નિમણૂક આપવી એ બાબતમાં કોકડું ગૂંચવાયું છે,સવાલ એ છે કે હાલ અન્ય ઘટકોમાં PSE ઇન્સ્ટ્રકટરો ફરજ બજાવે છે એમને કયા ક્રાઇટ એરિયામાં જેતે સમયે નિમણૂક આપવામાં આવી હશે,માત્ર ભિલોડા માટે જ કેમ ક્રાઇટ એરિયા નક્કી કરવાની ફરજ પડી ? જેવા અનેક સવાલો ઉઠ્યા છે. અધિકારીઓ ની મિલી ભગતથી નોકરીવાચ્છુકો વંચિત રહી જાય છે.આ બાબતે જિલ્લા કલકેટર અને જિલ્લા વિકાસ અધિકારી ગંભીરતા દાખવી જિલ્લામાં આઉટસોર્સિંગ કર્મચારીઓ ની જેટલી પણ ખાલી જગ્યાઓ હોય એવી ભરતીઓ માટે જાહેરાત કરી,અરજદારો પાસે અરજીઓ મંગાવી તેમના ઈન્ટરવ્યું લઈ કાયદેસરની ભરતી યોજવામાં આવે તો પારદર્શકતા કહી શકાય,બાકી અંદરોઅંદર ભરતી થઇ જાય પછી નોકરીવાચ્છુકો ને ખબર પડે છે.જિલ્લામાં છેલ્લા 1 વર્ષથી આધાર સુપરવાઈઝર સહિત ની જે પણ ખાલી જગ્યા હોય એની ની જાહેરાત કરી પારદર્શકતા સાથે ભરતી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Back to top button
error: Content is protected !!