ભાદરવી પૂનમ મહામેળો-૨૦૨૫ યાત્રિકો માટે વિનામૂલ્યે શુદ્ધ સાત્વિક ભોજન અને પાણીની વ્યવસ્થા..
ધનિયાણા જલોત્રા હાઈવે (ધા) વાસણા ખાતે કાંકરેજ તાલુકાના ઈન્દ્રમાણા ગામજનો દ્વારા જય અંબે યુવક મંડળ સેવા કેમ્પ (ઈન્દ્રમાંણા)નું આયોજન

ભાદરવી પૂનમ મહામેળો-૨૦૨૫ યાત્રિકો માટે વિનામૂલ્યે શુદ્ધ સાત્વિક ભોજન અને પાણીની વ્યવસ્થા..
ધનિયાણા જલોત્રા હાઈવે (ધા) વાસણા ખાતે કાંકરેજ તાલુકાના ઈન્દ્રમાણા ગામજનો દ્વારા જય અંબે યુવક મંડળ સેવા કેમ્પ (ઈન્દ્રમાંણા)નું આયોજન ૩૧ મી ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ કરવામાં આવેલ છે.જે તા. ૦૬/૦૯/૨૦૨૫ સુધી અવિરત ચાલશે તેમ રમેશજી રાઠોડ઼ે જણાવ્યું હતું.જગપ્રસિધ્ધ આધશકિત શ્રી માઁ અંબાજી માતાજી ના મંદીરે ભાદરવા માસમાં મહામેળામાં સમગ્ર વિશ્વમાંથી તેમજ ગુજરાત ના દરેક વિસ્તારમાંથીપદયાત્રીઓ ચાલતાં જાય છે.ત્યારે યાત્રાળુઓ માટે કેમ્પમાં ચા-નાસ્તો,શિરો, મગનું શાક, ખીચડી-કઢીનું વિનામૂલ્યે શુદ્ધ સાત્વિક ભોજન અપાઈ રહ્યું છે અત્યાર સુધી હજારો ભાવિક ભક્તિએ વિસામો કરી ભોજન પ્રસાદ લીધો છે.આજરોજ થરા નગર પાલિકા પ્રમુખ સોની ચેતનાબેન અનિલકુમાર સહીત તેમની ટીમે જય અંબે યુવક મંડળ સેવા કેમ્પ (ઈન્દ્રમાંણા) ની મુલાકત લઈ અભિનંદન આપ્યા હતા.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530




