ઓગડ તાલુકા ના તાણા ખાતે ભણસાલી ટ્રસ્ટ રાધનપુર દ્વારા આંખની તપાસનો કેમ્પ યોજાયો.
ઓગડ તાલુકા ના તાણા ખાતે ભણસાલી ટ્રસ્ટ રાધનપુર દ્વારા આંખની તપાસનો કેમ્પ યોજાયો.

ઓગડ તાલુકા ના તાણા ખાતે ભણસાલી ટ્રસ્ટ રાધનપુર દ્વારા આંખની તપાસનો કેમ્પ યોજાયો.
ઓગડ તાલુકાના ઘેઘૂરવડના નામે પ્રખ્યાત જ્યાં ઐતિહાસિક ચામુંડા માતાજીનુ મંદિર આવેલ છે તેવા તાણા ગામની પંચાયતમાં ઉત્સાહી સરપંચ દશરથભાઈ ઠક્કર (ડી.આઈ.ઠક્કર)ની ઉપસ્થિતિમાં ભણસાલી ટ્રસ્ટ રાધનપુરના સુરેશભાઈ ઠાકોર, જોરાભાઈ રબારી, વિસાભાઈ દ્વારા આંખની તપાસના કેમ્પ નું આયોજન આજરોજ તા. ૦૮/૧૧/૨૦૨૫ ને શનિવાર ના રોજ સવારે ૧૦ થી બપોરે ૩. ૩૦ કલાક સુધી કરવામાં આવ્યું હતું.ત્યારે દશરથભાઈ ઠકકરે જણાવ્યું હતું કે શાળામાં ભણતા કોલેજ સુધીના વિધાર્થીઓને કોમ્પ્યુટર દ્વારા આંખો ચેક કરી નંબરવાળા લોકોને ફ્ર્રીમાં ચશ્માં આપવામાં આવેલ અને મોટી ઉંમરના ભાઈઓ-બહેનોને દૂર અને નજીકના નંબરવાળાઓને રાહત દરે ચશ્માં આપવામાં આવ્યા હતા.નજીકના નંબરના ચશ્માં ૬૦ રૂપિયા અને દૂરના નંબરના ચશ્માના ૧૦૦ રૂપિયાની કિંમતે વિતરણ કરવામાં આવેલ સાથે સાથે કોમ્પ્યુટર મશીન દ્વારા ફ્રીમાં વેલ તથા મોતિયાની તપાસ કરી આપવામાં આવી હતી.જેમાં ૧૩૨ લોકોના આંખોનું નિદાન કરવામાં આવ્યું હતું.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530





