KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલમાં દુકાનનું લોક તોડી 44 બેટરીઓ સહીત સ્ટાર્ટર ની ચોરી અંગે ગોધરા પોલીસે ગણતરીના કલાકોમા મુદામાલ સાથે 2 ની અટકાયત કરી.

તારીખ ૧૧/૦૯/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ કોર્ટ પાસે શિવમ પાર્ક સોસાયટીમાં રહેતા અને બોરૂ ટર્નિંગ વિસ્તારમાં ગોલ્ડન ઇલેક્ટ્રિકલ્સ નામની દુકાન ધરાવતા હુસેનભાઇ સતારભાઈ જીવા દ્વારા ગત તારીખ ૦૮/૦૯/૨૦૨૫ ના રોજ નોંધાવેલ ફરીયાદની વિગત મુજબ પોતાની દુકાનના શટર ના બન્ને લોક કોઈક અજાણ્યા ચોર ઈસમે તોડી દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાં મુકેલ એક્સાઇડ કંપનીની ફોર વ્હીલ કારની નવી બેટરીઓ નંગ 14 રૂપિયા 77,781/, તથા રીપેરીંગમાં આવેલ 30 જૂની બેટરીઓ રૂપિયા 30,000/ તથા સ્ટાટર નંગ 3 રૂપિયા 6,000/તથા ઓલ્ટરનેટ નંગ 2 રૂપિયા 4,000/ એમ કુલ મળીને 49 નંગ કુલ રૂપિયા 1,17,781/ ના મુદ્દામાલની ચોરી અંગે ગણતરીના કલાકોમાં ગોધરા બી ડિવિઝન પોલીસે એક વર્ના કાર મા ચોરીના મુદામાલ સાથે 2 ઈસમોને ઝડપી પાડ્યા છે અને આગળની તપાસ માટે કાલોલ પોલીસ ને સુપ્રત કરવામાં આવ્યા છે.






