GUJARATPRANTIJSABARKANTHATALOD

પ્રાંતિજ તાલુકાના અમીનપુર ખાતે આદિજાતિ વિકાસ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો

પ્રાંતિજ તાલુકાના અમીનપુર ખાતે આદિજાતિ વિકાસ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો

શિક્ષણએ જીવનની પારાશીશી છે. સાબરકાંઠા જિલ્લામાં ૮૫૬ નવીન શાળાના ઓરડાઓ માટે ૧૩૬.૯૬ કરોડ ફાળવવામાં આવ્યા છે.

– મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના અમીનપુર ગામે આદિજાતિ વિકાસ અને પ્રાથમિક માધ્યમિક અને પૌઢ શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઇ હતી. ગ્રામજનો દ્વારા રથનું ભવ્ય સ્વાગત કરાયું હતું.

આ પ્રસંગે મંત્રી શ્રી એ જણાવ્યું હતું કે, પ્રાંતિજ તલોદનો વિસ્તાર તેમની કર્મભૂમિ છે. જ્યાં તેમણે ૨૯ વર્ષ સુધી સેવાઓ આપી છે. આ ગામમાં એકવાર એન.એસ.એસ કેમ્પમાં પણ આવી ચૂક્યા છે.

આ ગામમાં તેમના ઘણા વિદ્યાર્થીઓ છે સાથે તલોદ એક એવો વિસ્તાર છે જ્યાંથી હાલમાં ત્રણ ત્રણ ધારાસભ્યો છે જેમાં તેઓ પોતે, ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર જે મંત્રીશ્રીના પૂર્વ વિદ્યાર્થી રહી ચુંક્યાં છે. હિંમતનગરના ધારાસભ્ય શ્રી વી.ડી ઝાલા પણ તલોદના છે.

મંત્રી શ્રી એ ઉમેર્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને મિશન થકી આજે આરોગ્ય, શિક્ષણ, આવાસ, પાણી તમામ પ્રાથમિક સુવિધાઓ છેવાળા ના માનવી સુધી પહોંચી છે અને જે કોઈ લાભાર્થીઓ બાકી રહી ગયા છે તેમને તેમના ઘરે પહોંચીને આ લાભ આપવા આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી છે.

ગામની શાળાનું શિક્ષણ અને બાળકોની સિદ્ધિઓ જોતા તેમને જણાવ્યું કે, શિક્ષણ એ જીવનની પારાશીશી છે સાબરકાંઠા જિલ્લામાં ૮૫૬ નવીન શાળાના ઓરડાઓ માટે ૧૩૬.૯૬ કરોડ ફાળવવામાં આવ્યા છે. તેમજ અન્ય ૩૨૪ નવા ઓરડાઓ માટે ટેન્ડરીંગ પ્રકિયા ચાલુ જેના માટે ૬૪ કરોડ ફાળવવામાં આવશે. શિક્ષણમાં સુધારો લાવવા અને બાળકોની આંતરિક શક્તિઓને ખીલવવા માટે અનેક પ્રકારના સાધન સહાયો પૂરી પાડવામાં આવે છે. સંગીતના સાધનો, રમત ગમતના સાધનો, કોમ્પ્યુટર લેબ જેવી સુવિધાઓથી શાળાઓ સજ્જ બનાવવામાં આવી છે. શિક્ષકોને સી.પી.આરની તાલીમ આપી સજ્જ કરવામાં આવ્યા છે. જેથી ઇમર્જન્સીના સમયમાં કોઈ પણ નાગરિકનું જીવન બચાવવામાં ઉપયોગી બની શકે.

વધુમાં મંત્રી શ્રી એ જણાવ્યું કે, હાલમાં પ્રાકૃતિક ખેતી તરફ વળવું અત્યંત જરૂરી છે. રાસાયણિક ખેતી થકી કેન્સર જેવી જીવલેણ બીમારીઓ ફેલાઈ રહી છે અને અનાજમાં પોષક તત્વોની કમીના કારણે અનેક સમસ્યાઓ સર્જાઇ રહી છે .જેનો એકમાત્ર ઈલાજ પ્રાકૃતિક ખેતીમાં છે. સાથે મિલિટ્સ શ્રી અન્નને પણ ખોરાકમાં સામેલ કરવા જણાવ્યું હતું.

આ પ્રસંગે સાંસદ શ્રી દિપસિંહ રાઠોડ અને ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમારએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ લીધા હતા. લાભાર્થીઓને મહાનુભવોના હસ્તે સહાય વિતરણ કરાયું હતું. અમીનપુર ગ્રામ પંચાયતને ૧૦૦% ડિઝિટલાઇએશન, ૧૦૦% નલ સે જલ તેમજ ઓ.ડી.એફ. પ્લસનું સર્ટિફિકેટ એનાયત કરાયા હતા.

આ કાર્યક્રમ સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ, આયુષ્યમાન ભારત કાર્ડ તેમજ ઉજ્જવલા યોજના અંગેના સ્ટોલ ઉભા કરી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ, જિલ્લા કલેક્ટર શ્રી નૈમેષ દવે, પ્રાંતિજ અને તલોદ તાલુકા પંચાયત પ્રમુખશ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ચૌધરી, ગામના સરપંચશ્રી, આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!