તા.૨૧.૦૯.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના ગોદીરોડ અગ્રસન ભવન ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ના ૭૫ માં જન્મદિવસ નિમિતે ભારતીય જનતા પાર્ટી દાહોદ શહેર અને ABVP દાહોદ શહેર તથા ભારતીય સિંધુ સભા દાહોદના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેટ કેમ્પનો આયોજન
નમો કે નામ રક્તદાન કેમ્પ આયોજન
ભારતીય જનતા પાર્ટી દાહોદ શહેર, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દાહોદ અને ભારતીય સિંધુ સભા દાહોદના સંયુક્ત ઉપક્રમે ભારતના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 75 માં જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયા નું આયોજન કરેલ છે, તેમાં તારીખ 21/9/2025 ના રવિવારના રોજ સવારે 10:30 કલાકે અગ્રેસન ભવનમાં રક્તદાન કેમ્પનું આયોજન ઇન્ડિયન સોસાયટી દાહોદ જિલ્લા શાખા ના સહયોગ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં દાહોદ ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી તેમજ ભારતીય જનતા પાર્ટી દાહોદ જિલ્લા પ્રમુખ સ્નેહલભાઈ ધરિયા ની પ્રેરક ઉપસ્થિતિમાં દાહોદ શહેર પ્રમુખ અર્પિલ શાહ, મહામંત્રી સત્યેન્દ્રસિંહ સોલંકી, દાહોદ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ પ્રશાંતભાઈ દેસાઈ આ ઉપરાંત ખૂબ મોટી સંખ્યામાં રક્તદાતાએ રક્તદાન કરી રક્તદાન મહાદાન ને ઉક્તિને સાર્થક કરેલ છે જેમાં ચેરમેન ગોપાલભાઈ ધાનકા મંત્રી રાજેશભાઈ રાજ્ય કારોબારી સાબીર શેખ કારોબારી સભ્ય કમલેશ લીમ્બાચીયા તથા સેવાભાવી સભ્ય મુકુન્દરાય કાબરાવાલા તેમજ દાહોદ શહેર મહામંત્રી ટીકુભાઈ પંચાલ, ઉપપ્રમુખ હિતેશભાઈ જેઠવાણી, નગરપાલિકા પ્રમુખ ગોપીભાઈ દેસાઈ, ઉપપ્રમુખ શ્રદ્ધાબેન ભડંગ, CWC ના ચેરમેન રંજનબેન રાજહંસ, કાઉન્સિલર લખનભાઈ રાજગોર, હિમાંશુભાઈ બબેરીયા જિલ્લા અભિયાનના સહસંયોજક હિમાંશુભાઈ નાગર એ.બી.વી.પી. ના કાર્યકરો તેમજ દાહોદ શહેર ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.