અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ નગરમાં પિતૃ તૃપ્તિ માટે સુંદરકાંડ યુવા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ નું આયોજન કરાયું
હાલ શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે ત્યારે પિતૃ તૃપ્તિ માટે ભગવાન વિષ્ણુ નું સ્મરણ,પૂજન અર્ચન કરવાથી પિતૃઓ તૃપ્ત થતા હોય છે ત્યારે મેઘરજ નગર માં પિતૃ તૃપ્તિ માટે સુંદરકાંડ યુવા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ નું આયોજન કરાયું
મેઘરજ નગર માં છેલ્લા કેટલાક વર્ષોથી હનુમાનજી નું સ્તવન માટે ખાસ સ્તોત્ર એવા સુનંદરકાંડ નું સંગીત મય પઠન થાય છે ત્યારે હાલ પિતૃપક્ષ ચાલી રહ્યો છે ત્યારે મેઘરજ અને આસપાસ ના પિતૃઓ ના મોક્ષ ને અર્થે સુંદરકાંડ યુવા મંડલ દ્વારા શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ નું આયોજન કરાયું છે જેમાં વ્યાસપીઠ પર યુવા શાસ્ત્રી હર્ષિલ ભટ્ટ ના સ્વમુખેથી સંગીત મય ભાગવત જ્ઞાન પીરસવા માં આવી રહ્યું છે અબાલ વૃદ્ધ સૌકોઈ પિતૃઓ ના કલ્યાણ અર્થે કથા શ્રાવણ કરી રહ્યા છે આજે ભાગવત ના અલગ અલગ મનોરથ ની ઉજવણી થતી હોય છે તે પૈકી ના કૃષ્ણ જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાધા કૃષ્ણ નંદબાવા યશોદા ના અલગ અલગ પાત્રો સાથે નંદ ગેર આનંદ ભયો જય કનૈયા લાલકી ના ગીત સાથે કૃષ્ણ જન્મોત્સવ ઉજવવા માં આવ્યો હતો આમ સુંદર ભાગવત કથા નું રસપાન વ્યાસપીઠ પરથી કરાઈ રહ્યું છે