વડાપ્રધાનશ્રી નરેંદ્રભાઇ મોદીના ૭૪મા જન્મ દિવસની ઉજવણી નિમિતે વડાપ્રધાનના ભાઈ સોમાભાઈ મોદી વડનગર ખાતે સર્વોદય સેવા ટ્રસ્ટ અમદાવાદ સ્વ.દામોદરદાસ મુલચંદદાસ મોદી સેવાશ્રમ, તેમના અનુલક્ષીને નેત્ર નિદાન,કુત્રિમ હાથ વિના મૂલ્ય કેમ્પ જેવા કાર્યક્રમ રાખી તબીબી દર્દી ઓને નિઃશુલ્ક આંખનો નિદાન કેમ્પ નિષ્ણાત ડૉ દ્રારા આયોજીત કરેલ જેમાં વડનગર સિવિલ હોસ્પિટલના ડૉ. હર્ષિદ એલ પટેલ અધિક્ષક જી.એમ.ઇ.આર.એસ સહકાર થી PM મોદી સાહેબ નો જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી.
મહેસાણા જિલ્લાના સાંસદે પણ
વડાપ્રધાનશ્રી નરેંદ્રભાઇ મોદીના ૭૪મા જન્મ દિવસની ઉજવણી ખોડિયાર એજયુકેશન ટ્રસ્ટ,મહેસાણા દ્વારા સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની દિશા સ્કૂલમાં સેવાકીય કાર્ય દ્વારા સંસદસભ્યશ્રી હરીભાઇ પટેલની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી.
આ શાળાના માનસિક દિવ્યાંગ બાળકોએ દેશભક્તિના ગીતો પર કૃતિઓ રજૂ કર્યા હતા, માનસિક દિવ્યાંગ બાળકોને સુખડી થી મોં મીઠું કરાવીને વડાપ્રધાનશ્રી ના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના ૨ માનસિક દિવ્યાંગ બાળકો નેશનલ કક્ષાએ વિજેતા થયા હતા તેમને સન્માનપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતુ. તેમજ જરૂરિયાત મંદ ૨ સેરેબલ પાલ્સી દિવ્યાંગ બાળકોને વ્હીલચેર અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઇ નાયક, અગ્રણી પ્રમુખશ્રી ગીરીશભાઇ રાજગોરશ્રી ડો.જેસંગભાઇ ચૌધરી, શ્રી ભગાજી ઠાકોર, કાર્યકરો,વાલીઓ અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ સંસ્થાના શ્રી વિષ્ણુભાઇ ચૌધરી માર્ગદર્શન હેઠળ સફળ રહ્યો હતો. અંતે સહુને અલ્પાહારમાં મહાપ્રસાદ આપવામાં આવ્યો હતો.