નવસારી જિલ્લા આયુર્વેદ અને આયુષ કચેરી ગાંધીનગર દ્વારા જિલ્લાનાં વિવિધ સ્થળોએ યોગ પ્રદર્શનના કાર્યક્રમો યોજાયા…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી,તા.૧૩: નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ડો. કાજલ મઢીકરના માર્ગદર્શન હેઠળ ૧૦૦ દિવસ યોગ ઉજવણીના ભાગરૂપે ચીખલી તાલુકાના આયુષ્માન આરોગ્ય મંદિર (આયુષ) ઢોલુમ્બર, માંડવખડક અને કાકડવેલ દ્વારા તા. ૧૩/૦૬/૨૦૨૫ શુક્રવાર ના રોજ શ્રી ગ્રામ્ય સેવા ટ્રસ્ટ ધામધુમા અને માધ્યમિક શાળા ધામધુમાના સહયોગથી શાળાના પરિસર ખાતે યોગ સાંસ્કૃતિક કાર્યક્રમ અને સર્વરોગ નિદાન કેમ્પ આયોજન કરવામાં આવ્યું. જેમાં ચીખલી તાલુકાના આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે કાર્યરત યોગ પ્રશિક્ષક દ્વારા યોગનું પ્રદર્શન કરવામાં આવ્યું અને નિષ્ણાત આયુર્વેદ મેડિકલ ઓફિસર દ્વારા તમામ વિદ્યાર્થીઓ, સ્ટાફ અને કર્મચારીના આરોગ્યની તપાસ અને નિદાન કરી સારવાર આપવામાં આવી હતી. કેમ્પમાં મોટી સંખ્યામાં શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સ્ટાફે ભાગ લીધો તથા મેડીકલ ઓફીસર ડૉ. આશિષ પટેલ, ડૉ. પાર્થ પટેલ અને ડો. દિલીપ આહીર દ્વારા માનસિક સ્વાસ્થ્ય માટે યોગ અને પ્રાણાયમનું મહત્વ સમજાવવામાં આવેલ. યોગ શિક્ષક રોહિત મૈસૂરિયા, મનોજ ગરાસિયા,આર્યન પટેલ, રેખાબેન આહિર, નિમિયા પટેલ, વૈશાલી પટેલ દ્વારા યોગ અને પ્રાણાયામ કરાવવામાં આવ્યા હતા




