ANKLESHWARBHARUCH
અંકલેશ્વર ના પત્રકારો એ ઉંમરવાળા રોડ ઉપર આવેલ મંદિર પાસે વૃક્ષારોપણ કર્યું
અંકલેશ્વર ના પત્રકારો એ ઉમરવાડા રોડ ઉપર મંદિર પાસે વૃક્ષારોપણ કર્યું
=પત્રકાર એકતા પરિષદ સહીત ના પત્રકારો એ લીમડા છોડ નું રોપાણ કર્યું
= પાનોલી જીઆઇડીસી ખાતે વૃક્ષારોપણ કર્યું
09.06 અંકલેશ્વર
અંકલેશ્વર પત્રકાર એકતા પરિષદ સહીત ના સાથી પત્રકારો એ ઉમરવાડા રોડ ઉપર આવેલ મંદિર પાસે તેમજ પાનોલી જીઆઇડીસી ખાતે વૃક્ષારોપણ કરી તેની માવજત ની જવાબદારી ઉપાડી અન્ય લોકો ને પણ વૃક્ષો વાવવા અપીલ કરી હતી
- આપણા જીવનમાં વૃક્ષો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને પર્યાવરણ માટે એક આદર્શ સેવા પ્રદાન કરે છે. આપણે તેમને કોઈપણ રીતે સુરક્ષિત રાખ્યા નથી અને તેથી જ આજે આપણે ગ્લોબલ વોર્મિંગ, તીવ્ર પ્રદૂષણ અને વન નાબૂદીના અન્ય નુકસાનકારક અસરો થી પ્રભાવિત થઈ રહ્યા છીએ. આપણે ટકી રહેવા માટે વૃક્ષોની સારવાર કરવી અને તેની ખૂબ સારી દેખરેખ રાખવી અને . આપણે બીજાઓને વધુને વધુ વૃક્ષો વાવવા પ્રોત્સાહિત કરવા જોઈએ.ત્યારે અંકલેશ્વર પત્રકાર એકતા પરિષદ દ્વારા વૃક્ષારોપણ ની પહેલ શરુ કરી છે. ઉમરવાડા રોડ ઉપર આવેલ ગોગાધામ આશ્રમ ,ચીંથરા માતા ના મંદિર પાસે અને પાનોલી જીઆઇડીસી ખાતે વૃક્ષ રોપણ નો કાર્યક્રમ રાખવા માં આવ્યો હતો .જેમાં ખાસ કરી ને લીમડા નું વાવેતર વધારે કરવા માં આવ્યું હતું.જેમાં તમામ પત્રકારો દ્વારા વૃક્ષ ઉછેર કરવા નો સંકલ્પ લીધો હતો.અને લોકો ને પણ વૃક્ષ વાવવા માટે અપીલ કરી હતી આ વૃક્ષારોપણ કાર્યક્રમ માં પત્રકાર એકતા પરિષદ ના જિલ્લા પ્રમુખ અતુલભાઈ મુલાની,જિલ્લા ના મહામંત્રી અસલમભાઈ ખેરાણી,અંકલેશ્વર તાલુકા પ્રમુખ કેયુર રાણા,ઉપપ્રમુખ અસપાક ભાઈ બાગવાળા , પત્રકાર ધર્મેશ પટેલ ,જીતુ મહિડા, પિન્ટુ મોદી ,વિટીવી ના રિપોર્ટર યોગેશભાઈ પટેલ,રાજેશ પરમાર,જેમિશ મોદી ,શુભમ ઉપાધ્યાય તેમજ સામાજિક આગેવાન ,બરુ ભાઈ,પ્રફુલ ભાઈ ઉપસ્થિત રહિયા હતા.
- રિપોર્ટર મંગલસિંહ ચૌહાણ વાત્સલ્યમ સમાચાર અંકલેશ્વર