BHARUCHJAMBUSAR

જંબુસર તાલુકા ના કારેલી ગામ નજીક થી પસાર થતી મહીસાગર નદી એ રોદ્ર સ્વરૂપ ધારણ કરતા નદી કાંઠા ના ખેતરો મા નદી ના નીર ફરી વળ્યા

જંબુસર
જંબુસર તાલુકા ના કારેલી ગામ નજીક થી પસાર થતી મહીસાગર નદી એ રોદ્ર સ્વરૂપ ધારણ કરતા નદી કાંઠા ના ખેતરો મા નદી ના નીર ફરી વળતા ખેતરો ના ઉભા મોલ ને નુકશાન થયુ હોવાના તથા નદી કિનારે લાંગરેલ ૪૦ નાવડી ઓ પૈકી ૬ નાવડી ઓ મહીસાગર મા તણાઈ ગઈ હોવાના તેમજ પ્રાન્ત અધિકારી તથા વિભાગીય પોલીસ અધિક્ષકે નદી કાંઠા ની મુલાકાત લઈ પરિસ્થિતિ થી વાકેફ થયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઉપરવાસ મા પડી રહેલ ભારે વરસાદ ના પગલે મહીસાગર નદી મા પાણી છોડાતા મહીસાગર નદી એ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યુ હોય તેમ ફલિત થઈ રહ્યુ છે.જંબુસર તાલુકા ના કારેલી ગામ નજીક પસાર થતી મહીસાગર નદી ના રોદ્ર સ્વરૂપ ની અસર થઈ રહી હોય તેમ જણાઈ રહયુ છે.હાલ મા નદી મા નીર એટલા વહી રહ્યા છે કે નદી કિનારે આવેલ કેટલાક ખેતરો મા મહીસાગર ના નીર ફરી વળ્યા હતા. નીર ખેતરો મા ફરી વળતા ખેતર મા રહેલ ઉભો મોલ નો નાશ થયો હતો.બીજી તરફ માછીમારી ના વ્યવસાય સાથે સંકળાયેલ ગ્રામજનો ની ૪૦ જેટલી નાવડી ઓ નદી કાંઠે લાંગરેલ હતી.તે પૈકી ૬ નાવડીઓ મહીસાગર નદી ના ધસમસતા નીર મા તણાઈ જતા માછીમાર ના વ્યવસાય સાથે સંકળાયેલ લોકો ને નુકશાન સહન કરવા નો વખત આવ્યો હતો.અને તણાઈ ગયેલ નાવડી ઓ ની આગળ નદી ના કિનારા ના વિસ્તાર મા શોધખોળ હાથ ધરી હતી. પ્રાન્ત અધિકારી એમ.બી.પટેલ તથા વિભાગીય પોલીસ અધિક્ષક પી.એલ ચૌધરી એ કારેલી દરિયા કિનારા ની મુલાકાત લઈ ને પરિસ્થિતિ નુ નિરીક્ષણ કર્યુ હતુ. આઠ વર્ષ બાદ નદી બે કાંઠે થતા અને મહીસાગર ના રોદ્ર સ્વરૂપ ને નિહાળવા ગ્રામજનો નદી કાંઠે મોટી સંખ્યા મા ઉમટી પડયા હતા.કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વેડચ પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.એ.તુવર ધ્વારા નદી કાંઠે પોલીસ બંદોબસ્ત ગોઠવવા મા આવેલ છે. મહીસાગર નદી નુ જળ સ્તર જો વધે વધુ ખેતીલાયક જમીન મા નદી ના નીર ફરી વળવા ની દહેશત ગ્રામજનો વ્યક્ત કરી રહ્યા છે.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!