
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલ પ્રાથમિક શાળા ઊંડીમાં અભ્યાસ કરતા ધોરણ -૮ ના બાળકોને વિદાય સત્કાર કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં શાળાના એસ.એમ. સી.ના અધ્યક્ષ તથા સભ્યો હાજર રહ્યા. પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ નેત્રંગના અધ્યક્ષ રાજન ગાંવિત પણ હાજર રહ્યાં. અને શાળાના આચાર્ય તથા શાળા સ્ટાફ દ્વારા બાળકોને પુષ્પ ગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું. બાળકોને આચાર્ય દ્વારા સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું.


