GUJARATKUTCHMANDAVI

બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અન્વયે ૧૦ વર્ષની ઉજવણી અંતર્ગત “વૃક્ષારોપણ” કરાયું.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.

ભુજ,તા-૧૪ ફેબ્રુઆરી : કમિશ્નરશ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા.૨૨/૦૧/૨૦૨૫ થી ૦૮/૦૩/૨૦૨૫ દરમ્યાન સમગ્ર ગુજરાતમાં “બેટી બચાઓ બેટી પઢાઓ” યોજનાના ૧૦વર્ષ પૂર્ણ થયાની ઉજવણી રાજ્ય તથા વિવિધ જીલ્લાઓ ખાતે કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે પર્યાવરણ અને પ્રકૃતિની રક્ષા થાય તથા બેટી બચાઓ બેટી પઢાઓ યોજનાને ૧૦ વર્ષ પૂર્ણ થયાની યાદગીરીના હેતુસરજિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ તા.૧૩/૦૨/૨૦૨૫ના રોજ ભુજલાઈન્સ હોસ્પિટલ ખાતે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવેલ.કાર્યક્રમ અંતર્ગતડીસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેનની ટીમના સ્પેશિયલ ફાઇનાન્સીયલ ઇન લીટ્રેસીપૂજાબેન પરમાર, ડેટા એન્ટ્રી ઓપરેટર ક્રિષ્નાબેન ભુડિયા અને પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટરના આરતીબેન ઝાલા દ્વારાવૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યું.

Back to top button
error: Content is protected !!