રાજપારડી પોલીસ સ્ટેશનમાં આગામી ગણેશ મોહત્સવ અને ઈદે એ મિલાદના તહેવારને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઇ.
રાજપારડી પોલીસ સ્ટેશનમાં આગામી તહેવારને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઇ.
ભરૂચ જીલ્લાના ઝધડીયા તાલુકાના રાજપારડી પોલીસ મથકે આગામી ગણેશ મહોત્સવ તેમજ ઈદે એ મિલાદના તહેવારને અનુલક્ષીને શાંતિ સમિતિની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું રાજપારડી પોલીસ મથકના નવનિયુક્ત પી.આઈ. એચ.બી ગોહિલ અને પીએસઆઈ કે.બી. મીરની અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાયદો અને વ્યવસ્થા બાબતે રાજપારડી પોલીસ મથકના નવનિયુક્ત પી.આઈ એચ.બી ગોહિલ દ્વારા આગેવાનોને જરૂરી સુચનાઓ આપી હતી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તથા જાહેર સુલેહ શાંતિ અને સલામતીનો માહોલ જળવાઈ રહે તે માટે દરેક ને ખાસ સૂચનાઓ આપવામાં આવી તહેવારોની ઉજવણી શાંતિમય માહોલમાં તેમજ કાયદામાં રહીને કરવાની ખાસ તાકિદ કરવામાં આવી હતી હતી આ બેઠકમાં ગણેશ ઉત્સવ ના આયોજકો તેમજ ઈદે એ મિલાદ ના આયોજકો તેમજ રાજપારડી તેમજ આજુબાજુ ગામ ના પોલીસ મથક વિસ્તારના હિન્દુ મુસ્લિમ આગેવાનો એ હાજરી આપી હતી.
ઈરફાન ખત્રી
રાજપારડી