GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગને કેબિન (દુકાન)ની ભેટ અર્પણ કરાઈ

MORBI:મોરબી યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગને કેબિન (દુકાન)ની ભેટ અર્પણ કરાઈ

 

 

મોરબી: યુવા શક્તિ ફાઉન્ડેશન કે જે મોરબી જિલ્લાના તમામ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓને વિનામૂલ્યે કોઈપણ બ્લડની ઇમરજન્સી જરૂરિયાત પૂરી પાડે છે સાથે જ યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા મોરબીમાં અનેક સેવાકાર્ય કરવામાં આવે છે.

ત્યારે મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા નકુલભાઈ દલાભાઈ મકવાણા નામના દિવ્યાંગ વ્યકિતને યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા કેબિન (દુકાન) અર્પણ કરવામાં આવી હતી. તેમજ યુવા શક્તિ ફાઉન્ડેશનના સભ્યો દ્વારા આ કેબિટ (દુકાન)નું ફુલહારથી ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, નકુલભાઈ મકવાણા ચાલી નથી શકતા. તેઓ હેન્ડીક્રાફ્ટ સાઇકલ મારફતે ફરી રહ્યા છે. અને પરિવારની પરિસ્થિત પણ અત્યંત નબળી હોવાથી તેમણે કમાવવા માટેનો વિચાર આવ્યો હતો. જેથી યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા કેબિન (દુકાન) આપવામાં આવતા હવે તે સ્વનિર્ભર બની દુકાન ચલાવશે.

Back to top button
error: Content is protected !!