અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
ખંભિસર : પ્લેન ક્રેશમાં મોતને ભેટેલા જયશ્રીબેનનો નશ્વરદેહ ખંભીંસર ગામે પહોંચતા અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ અર્પણ કરી અંતિમ વિદાય આપી.
સૌ કોઈની આંખો ભીની… હૈયું કંપી નાંખે તેવું રૂદન,,,કંઈક તો બોલ બેટા તારા ભાઈઓ લાઈનમાં ઉભા છે…મારાં કારજા નો કટકો જતો રહ્યો.”””!!!
મોડાસા તાલુકાના ખંભીસર ગામના એક ગરીબ પરિવારમાં જન્મેલી જયશ્રીબેનને પરિવારે લાડકોડથી ભણાવી ગણાવી હતી. જયશ્રી નું વિદેશ જવાનું સ્વપ્ન હતું.ત્રણ માસ પૂર્વજ દીકરી જયશ્રીના લગ્ન ડુગરવાડા ગામના આકાશ નામના યુવક સાથે નિર્ધારિત થયા હતા,આકાશ વિદેશમાં હોય,12 જુનના રોજ જયશ્રીબેન લંડન જવા અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચી હતી જયશ્રીને એરપોર્ટ છોડવા ગયેલા પરિજનોને બાય બાય કહી લંડન જતા પ્લેનમાં સવાર થયા હતા.પ્લેન એ લંડન જવા ઉડાન ભરતાની સાથે જ ગણત્રીની મિનિટોમાં અમદાવાદના મેઘાણીનગર વિસ્તારોમાં પ્લેન ક્રેશની ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી.આ દુર્ઘટનામાં પ્લેનમાં સવાર યાત્રીઓ સહિત 274 જેટલા લોકોના મોત નિપજ્યા હતા.આ કમનસીબ દુર્ઘટનામાં
મોડાસા તાલુકાના ખંભીસર ગામની દીકરી જયશ્રી બેનનું પણ મોત નિપજ્યું હતું.9 દિવસે જયશ્રી બેનનો DNA મેચ થતા તંત્ર દ્વારા જયશ્રી બેનનો મૃતદેહ પરિવારજનો સોંપાયો હતો.આજરોજ શુક્રવાર સવારે જયશ્રી બેનનો નશ્વરદેહ ખંભીંસર ગામે લવાતાં જયશ્રી બેનને સ્વજનો સગા સંબંધીઓ અને ગ્રામજનોએ પુષ્પાંજલિ સાથે અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ અર્પણ કરતા ગામમાં ગમગીની છવાઇ હતી.
જયશ્રી બેન નો મૃત દેહ પોતાના વતન ખંભિસર ખાતે આવતા સૌ કોઈ ની આંખો ભીની થઇ ગઈ જાણે કે ગામમાં એક મૌન છવાયું હોય તેવું દ્રશ્ય શબ વાહિનીમાં લાવેલ મૃત દેહ ને ગામના સૌ કોઈ એ પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી.મૃત દેહ આવતાની સાથે હૈયા કંપી નાંખે તેવા રૂદન સાથે સૌ કોઈ સ્તબ્ધ રહી ગયા હાલ પરિવારમાં દીકરીના નિધન ને લઇ ભારે શોકની લાગણી છે