JAMNAGAR

કાલાવડ શહેરમાં જીલ્લાના નવનિયુક્ત મહામંત્રી સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો

28 મે 2023
વાત્સલ્ય સમાચાર
હર્ષલ ખંધેડિયા :- જામનગર
જામનગર ના કાલાવડ શહેર અને તાલુકા ભાજપ દ્વારા ભારતીય જનતા પાર્ટી જામનગર જીલ્લાના નવનિયુક્ત મહામંત્રી અભિષેકભાઈ પટવાના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો દીપ પ્રાગટયથી પ્રારંભ કરવામાં આવ્યો હતો, ત્યાર બાદ કાલાવડ શહેર અને તાલુકા દ્વારા ભારત માતાની તસ્વીર અર્પણ કરવામાં આવી હતી.. તેમજ વિવિધ મોરચા અને કાર્યકરો દ્વારા અભિષેકભાઈ પટવાનું શાલ અને ફુલહારથી અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ હસુભાઈ વોરા, તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ ડાંગરીયા, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, કશ્યપભાઈ વૈષ્ણવ,ગાંડુભાઈ ડાંગરીયા, હીનાબેન રાખોલીયા,પી.ડી. જાડેજા, ભૂમિતભાઈ ડોબરીયા, વલ્લભભાઈ વાગડીયા, રાજેન્દ્રસિંહ જાડેજા, નરવીજયસિંહ જાડેજા,ઇન્દુભા જાડેજા, મુળજીભાઈ ધૈઇડા, યુવરાજસિંહ જાડેજા, વલ્લભભાઈ સાંગાણી,જમનભાઈ તારપરા, મહેશભાઈ સાવલિયા,છગનભાઇ સોરઠીયા, વિનુભાઈ રાખોલીયા,રાજુભાઇ મારવિયા, મુરતુજાભાઈ સાદીકોટ સહીતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!