અંકલેશ્વર-વાલિયા રોડ પર રીક્ષા-બાઈક વચ્ચે અકસ્માત બાદ બન્ને વાહનો ભડભડ સળગ્યા, મહિલા જીવતી ભૂંજાય

સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર-વાલિયા રોડ પર રીક્ષા બાઈક વચ્ચે અકસ્માત બાદ આગ ફાટી નિકળી હતી આ અકસ્માતમાં મહિલા જીવતી ભૂંજાય જતા તેનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય 3 દાઝી જત સારવાર અર્થે ખસેડાયા છે.
અંકલેશ્વર વાલિયા રોડનો બનાવ, કોસમડી નજીક અકસ્માત, રીક્ષા-બાઈક વચ્ચે અકસ્માત, અકસ્માત બાદ બન્ને વાહનોમાં આગ, મહિલા જીવતી ભૂંજાય જતા મોત
અંકલેશ્વર-વાલિયા રોડ પર રીક્ષા બાઈક વચ્ચે અકસ્માત બાદ આગ ફાટી નિકળી હતી આ અકસ્માતમાં મહિલા જીવતી ભૂંજાય જતા તેનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય 3 દાઝી જત સારવાર અર્થે ખસેડાયા છે. અંકલેશ્વર-વાલિયા રોડ પર કોસમડી ગામ નજીક આજે સવારના સમયે બાઈક અને રિક્ષા વચ્ચે થયેલી જોરદાર ટક્કર બાદ બન્ને વાહનોમાં આગ ભભૂકી ઊઠવાની ઘટના બની હતી. આગ એટલી વિકરાળ હતી કે રિક્ષામાં સવાર એક મહિલા જીવતી જ ભૂંજાય જતા તેનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. નજીકમાં આવેલ પેટ્રોલ પંપના કર્મચારીઓએ ફાયર ઇન્સ્ટિટયૂટર ની મદદથી આગ પર કાબૂ મેળવવા પ્રયત્નો કર્યા હતા. અકસ્માત બાદ અન્ય 3 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. તમામને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.ઘટનાની જાણ થતા તુરંત ફાયર ફાયટરોએ સ્થળ પર દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો. જીઆઈડીસી પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માતની તપાસ શરૂ કરી છે. આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં અકસ્માતના ભયાવાહક દ્રશ્યો થયા છે. અકસ્માતના બનાવમાં બબલુકુમાર, શર્મિષ્ઠા બહેન વસાવા, નીલાબહેન વસાવા ત્રણ લોગો ગંભીર રીતે દાઝ્યા હતા જ્યારે ચંપાબહેન વસાવા જીવતા ભૂંજાય જતા તેમનું મોત નિપજ્યું હતું. વાલિયાના કોંઢના રહેવાસી ઘર કામ કરવા અંકલેશ્વર આવી રહ્યા હતા એ દરમ્યાન અકસ્માત સર્જાયો હતો.




