બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૧૯/૦૭/૨૦૨૪૧
નેત્રંગ ખાતે આવેલ સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ ખાતે Orientation Programme યોજાયો. F.Y.B.A/B.COMના વિદ્યાર્થીઓ કોલેજ અને તેની વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓથી માહિતગાર થાય તે હેતુથી આચાર્ય ડૉ. જી.આર. પરમારના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી, ત્યારબાદ સંસ્થાના આચાર્યએ પ્રથમ વર્ષના તમામ વિદ્યાર્થીઓને આવકારી શુભાશિષ પાઠવ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત IQAC કો- ઓર્ડીનેટર ડૉ. એન.એમ.રાઠવા સંસ્થાનો અને સંસ્થામાં કાર્યરત તમામ સ્ટાફ મિત્રોનો પરિચય કરાવ્યો. ત્યારબાદ કૉલેજના અધ્યાપકઓએ પોતે સંભાળતા પ્રકલ્પ વિશે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી.
ડૉ. જે.એસ. દેસાઈએ N.S.S. પ્રકલ્પ અને ICC& ANTI RAGING વિશે, ડૉ.એસ.આર.વસાવાએ સપ્તધારા અને શિષ્યવૃત્તિ વિશે, દીગેશ પવારે ઉદિશા વિશે, ડૉ.જે.વી.રાઠડે સ્કોપ વિશે, વિક્રમ ભરવાડે પ્લેસમેન્ટ વિશે, ડૉ .જ્યોતિ વૈષ્ણવે SSIP વિશે, અમ્બુજ. આઈ. તિવારીએ Innovation Club વિશે, ડૉ.મોનિકા શાહે SETU & FINISHING SCHOOL વિશે, વિમલ પટેલે PM USHA વિશે, નીખીલભાઈ તમંચેએ ખેલ કૂદ ધારા અને પુસ્તકાલય વિશે ડૉ.અજિત પ્રજાપતિએ વિસ્તૃત માહિતી આપી હતી. કાર્યક્રમને અંતે ચંદ્રસિંહ પાડવીએ આભારવિધિ કરી રાષ્ટ્રગીત બાદ સૌ છૂટા પડ્યા હતા.