BHARUCHBHARUCH CITY / TALUKO

જે.પી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ભરૂચ ખાતે વાર્ષિક પુરસ્કાર સન્માન સમારોહ યોજવામાં આવેલા.

જીલ્લા સ્વીપ નોડલ અધિકારી અને ડી. ઈ. ઓ. શ્રીમતી સ્વાતીબા રાઓલે વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે અને વધુમાં વધુ મતદાન થાય તે માટે માર્ગદર્શન પૂરું પાડ્યું

ભરૂચ – સોમવાર – આગામી લોકસભા ચૂંટણી – 2024 માટે સમગ્ર ભરૂચ જિલ્લામાં તૈયારીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. જિલ્લાનાં અને તાલુકાનાં ગામડાઓમાંથી દરેક યુવા, મહિલા તેમજ દિવ્યાંગ નાગરિકો પોતાનો કિંમતી મત અચૂકપણે આપે તેવા સતત પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યાં છે. તે અંતર્ગત સ્વીપ નોડલ અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ભરૂચ દ્વારા  કોઈ મતદાર મતદાનથી વંચિત રહી ન જાય તે માટે વિવિધ સ્થળોએ મતદાન જાગૃતિને લગતા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે.

જે અંતર્ગત આજરોજ જે.પી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ભરૂચ ખાતે વાર્ષિક પુરસ્કાર વિતરણ કાર્યક્રમમાં જીલ્લા સ્વીપ નોડલ અધિકારી અને ડી. ઈ. ઓ. શ્રીમતી સ્વાતીબા રાઓલે  વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે અને વધુમાં વધુ મતદાન થાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું. તેમજ મતદાન કરવા શપથ લેવડાવવામાં આવ્યાં હતાં.

આ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ડૉ. એન. બી. પટેલ, નાયબ મામલતદાર કચેરી શ્રી જીગ્નેશભાઈ જે. પટેલ, નાયબ મામલતદાર શ્રી રાકેશભાઈ ઠાકોર, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!