BHARUCHBHARUCH CITY / TALUKO

દૂધ ધારા ડેરી ભરૂચ ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના કર્મયોગીઓ દ્નારા મતદાનનું મહત્વ સમજાવી અવશ્ય મતદાન કરવા માટે અપીલ કરાઈ

ભરૂચ – શનિવાર –  મતદાન માટે યુવાનો, મહિલાઓ સહિતના નાગરિકોમાં જાગૃત્તિ આવે તે માટે સિસ્ટેમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન (SVEEP) અને ટર્ન આઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન (ટી.આઈ.પી.) અંતર્ગત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. આજરોજ દૂધ ધારા ડેરી ભરૂચ ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના શિક્ષણ નિરીક્ષક દિવ્યેશભાઈ પરમાર, મદદનીશ શિક્ષણ નિરીક્ષક જીગ્નેશભાઈ પટેલ, જૈમીનીબેન પટેલ અને ચંદ્રિકાબેન પારેખ દ્વારા ડેરીના કર્મચારીઓ અને જેસીઆઈ ભરૂચના મુલાકાતીઓ માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.

વોટર અવેરનેસ ફોરમ અંતર્ગત કરવાની કામગીરી પણ સમજાવવામાં આવી. સાતમી મે ના રોજ  દરેક કર્મચારી મતદાન કરવા માટે જાઇ તે માટે દૂધધારા ડેરીના સંચાલકોને કર્મચારીઓ માટે રજા આપવા માટે જણાવવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌને અવશ્ય મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!